Connect Gujarat
સ્પોર્ટ્સ

FIFA WC : આજથી કતારમાં ફૂટબોલ વર્લ્ડ કપ શરૂ, 32 ટીમો વચ્ચે સર્વશ્રેષ્ઠ બનવાની લડાઈ.!

ફૂટબોલની સૌથી મોટી ટૂર્નામેન્ટ વર્લ્ડ કપ આજથી કતારમાં શરૂ થઈ રહી છે. આગામી 29 દિવસ સુધી આ અરબ દેશમાં ફૂટબોલનો જાદુ જોવા મળશે.

FIFA WC : આજથી કતારમાં ફૂટબોલ વર્લ્ડ કપ શરૂ, 32 ટીમો વચ્ચે સર્વશ્રેષ્ઠ બનવાની લડાઈ.!
X

ફૂટબોલની સૌથી મોટી ટૂર્નામેન્ટ વર્લ્ડ કપ આજથી કતારમાં શરૂ થઈ રહી છે. આગામી 29 દિવસ સુધી આ અરબ દેશમાં ફૂટબોલનો જાદુ જોવા મળશે. વિશ્વના લાખો ચાહકો ચાર વર્ષથી આ ટુર્નામેન્ટની રાહ જોઈ રહ્યા છે. યજમાન કતાર અને ઇક્વાડોર વચ્ચેની શરૂઆતની મેચ રાત્રે 9:30 વાગ્યે રમાશે પરંતુ તમામની નજર બે સર્વકાલીન મહાન ખેલાડીઓ, આર્જેન્ટિનાના કેપ્ટન લિયોનેલ મેસ્સી અને પોર્ટુગલના કેપ્ટન ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પર રહેશે.

મેસ્સીની ટીમ આર્જેન્ટિના તેની મેચ 22 નવેમ્બરે સાઉદી અરેબિયા સામે રમશે જ્યારે રોનાલ્ડોની ટીમ પોર્ટુગલ 24 નવેમ્બરે ઘાના સામે ટકરાશે. મેસ્સી અને રોનાલ્ડો પહેલા જ કહી ચૂક્યા છે કે આ તેમની ફૂટબોલ કારકિર્દીનો છેલ્લો વર્લ્ડ કપ હશે. આવી સ્થિતિમાં બંને ખેલાડીઓ તેને યાદગાર બનાવવા માટે કોઈ કસર છોડવા માંગશે.

કતાર અને એક્વાડોર વચ્ચેની મેચ પહેલા સાંજે 7:30 કલાકે ઓપનિંગ સેરેમની શરૂ થશે. આમાં દક્ષિણ કોરિયાનું BTS બેન્ડ જોવા મળશે. જંગકૂક તેના સાત સાથીઓ સાથે પરફોર્મ કરશે. આ સિવાય બ્લેક આઈડ પીસ, રોબી વિલિયમસન અને કેનેડિયન મૂળની બોલિવૂડ અભિનેત્રી નોરા ફતેહી પરફોર્મ કરશે.

ફિફા વર્લ્ડ કપ જૂથ

A. ગ્રુપ : કતાર, એક્વાડોર, સેનેગલ, નેધરલેન્ડ

B. ગ્રુપ : ઈંગ્લેન્ડ, ઈરાન, અમેરિકા, વેલ્સ

C. ગ્રુપ : આર્જેન્ટિના, સાઉદી અરેબિયા, મેક્સિકો, પોલેન્ડ

D. ગ્રુપ : ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક, ટ્યુનિશિયા

E. ગ્રુપ : સ્પેન, કોસ્ટા રિકા, જર્મની, જાપાન

F. ગ્રુપ : બેલ્જિયમ, કેનેડા, મોરોક્કો, ક્રોએશિયા

G. ગ્રુપ : બ્રાઝિલ, સર્બિયા, સ્વિટ્ઝર્લેન્ડ, કેમરૂન

H. ગ્રુપ : પોર્ટુગલ, ઘાના, ઉરુગ્વે, કોરિયા

Next Story