/connect-gujarat/media/media_files/2026/01/05/damien-2026-01-05-15-53-28.png)
ઓસ્ટ્રેલિયાનો પૂર્વ દિગ્ગજ ક્રિકેટર ડેમિયન માર્ટિન કોમામાં જતો રહ્યો હતો,તેની મગજના તાવની સારવાર ચાલી રહી હતી,જોકે હવે તે મોતના મુખમાંથી બહાર આવ્યો છે,અને તેના સ્વાસ્થ્યમાં સુધારો થઇ રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.
ગોલ્ડ કોસ્ટની એક હોસ્પિટલમાં મેનિન્ઝાયટિસ (મગજના તાવ) ની સારવાર લઈ રહેલા પૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ડેમિયન માર્ટિન કોમામાંથી બહાર આવી ગયો છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ જણાવ્યું કે, 54 વર્ષીય વર્લ્ડ કપ વિજેતા ક્રિકેટરને ટૂંક સમયમાં ICUમાંથી બહાર ખસેડવામાં આવશે.
ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બ્રોડકાસ્ટર ફોક્સ સ્પોર્ટ્સે બે દિવસ પહેલા કહ્યું હતું કે, માર્ટિન કોમામાંથી બહાર આવી ગયો છે અને પોતાના પ્રિયજનો સાથે વાત કરી રહ્યો છે.
માર્ટિનના સાથી ખેલાડી રહેલા અને મિત્ર એડમ ગિલક્રિસ્ટે રવિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 'છેલ્લા 48 કલાકમાં કંઈક અવિશ્વસનીય જેવી ઘટના ઘટી છે. ડેમિયન હવે વાત કરી રહ્યો છે અને તેની હાલતમાં સુધારો આવી રહ્યો છે. તેની પત્ની અમાન્ડા દરેકને કહેવા માંગે છે કે તમારી દુઆની અસર થઈ છે.'
54 વર્ષીય ડેમિયન માર્ટીનની ઓળખ એક શાનદાર બેટ્સમેન તરીકેની રહી છે.તેણે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાનું ડેબ્યૂ 1992માં બ્રિસ્બેનમાં વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલી ટેસ્ટ મેચમાં કર્યું હતું, જેમાં બંને ઈનિંગ્સમાં તેને 36 અને 15 રન બનાવ્યા હતા. પોતાના કરિયર દરમિયાન માર્ટિન પોતાની સુંદર અને સ્ટાઈલિશ બેટિંગ માટે પણ જાણીતો હતો. તેણે ઓસ્ટ્રેલિયા માટે 67 ટેસ્ટ અને 208 વનડે મેચ રમી છે.