Connect Gujarat
સ્પોર્ટ્સ

ભારતના પૂર્વ મહાન ક્રિકેટર બિશન સિંહ બેદીનું નિધન

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન બિશન સિંહ બેદીનું નિધન થયું છે. તેઓ 77 વર્ષના હતા.

ભારતના પૂર્વ મહાન ક્રિકેટર બિશન સિંહ બેદીનું નિધન
X

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન બિશન સિંહ બેદીનું નિધન થયું છે. તેઓ 77 વર્ષના હતા. લેફ્ટ આર્મ સ્પિનર બેદીએ 1967થી 1979 દરમિયાન ભારત માટે 67 ટેસ્ટ મેચ રમી અને 266 વિકેટ લીધી. ODI ક્રિકેટમાં તેમણે 10 મેચમાં 7 વિકેટ ઝડપી હતી.બેદી 1970ના દાયકામાં પ્રખ્યાત સ્પિન બોલિંગ (બેદી, પ્રસન્ના, ચંદ્રશેખર, રાઘવન)નો ભાગ હતા. તેમનો જન્મ 25 સપ્ટેમ્બર 1946ના રોજ અમૃતસરમાં થયો હતો. તેઓ લેફ્ટ આર્મ સ્પિનર હતા. તેમણે 22 ટેસ્ટ મેચોમાં ભારતનું નેતૃત્વ કર્યું હતું. તેમણે પોતાની ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ કારકિર્દી 1560 વિકેટ સાથે પૂરી કરી છે.

Next Story