Connect Gujarat
ટ્રાવેલ 

ઉનાળામાં વિદેશમાં હરવા ફરવા જતા શોખીન લોકો માટે ખુશીના સમાચાર, અમદાવાદ એરપોર્ટ પર સમર શેડ્યુલની નવી ફ્લાઇટ થશે શરૂ

ઉનાળામાં વિદેશમાં હરવા ફરવા જતા શોખીન લોકો માટે ખુશીના સમાચાર, અમદાવાદ એરપોર્ટ પર સમર શેડ્યુલની નવી ફ્લાઇટ થશે શરૂ
X

ઉનાળાના સમયમાં વિદેશમાં હરવા ફરવા જતા શોખી લોકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ સરદાર વલ્લભભાઇ પટેલ એરપોર્ટ પર31 માર્ચથી 26 ઓક્ટોબર, 2024 સુધી સમર શેડ્યુલની શરૂઆત થવા જઈ રહી છે.

DGCA દ્વારા મંજૂરી મળ્યા બાદ 31 માર્ચ 2024થી અમદાવાદ એરપોર્ટ પરથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ શરૂ થાય તેવી શક્યતાઓ છે. અમદાવાદ એરપોર્ટથી બેંગકોક, કુઆલાલંપુર અને જેદ્દાહ સહિતના આંતરરાષ્ટ્રીય સ્થળોની સીધી ફ્લાઇટની ફ્રિક્વન્સી વધારી છે. આ ઉપરાંત કેટલીક ફ્લાઇટમાં ફ્રિકવન્સીનો વધારો કરવામાં આવશે.

ઉનાળાનાં વેકેશનને ધ્યાનમાં રાખીને ભારતીય અને ખાસ કરીને ગુજરાતીઓ તો થાઈલેન્ડ જવાનું આસાન બનશે અને આ વેકેશનમાં તેમને ફ્લાઈટની મુશ્કેલીનો સામેનો કરવો પડશે નહી. થાઈ એર દ્વારા થાઈલેન્ડમાં બેંગકોક જતી સાપ્તાહિક ફ્લાઈટ્સની જે સંખ્યા છે તેમાં પણ વધારો કરે તેવી આશા સેવાઈ રહી છે. બીજી બાજુ જોવા જઈએ તો એર ઈન્ડિયા એક્સપ્રેસ પણ બેંગકોક માટે ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ કરશે તેવી સૂત્રો પાપ્ત વિગતો છે

Next Story