દિલ્હીને ગુજરાતે 7 વિકેટથી હરાવ્યું, જોસ બટલર સદી ચૂક્યો

દિલ્હી કેપિટલ્સે ગુજરાત ટાઇટન્સ સામે જીત માટે 204 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. ગુજરાતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને દિલ્હીએ 20 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને 203 રન બનાવ્યા હતા.

New Update
GTvsDC

જોસ બટલર અને શેરફેન રધરફોર્ડ વચ્ચેની શાનદાર ભાગીદારીને કારણે ગુજરાત ટાઇટન્સે દિલ્હી કેપિટલ્સ સામે સાત વિકેટે વિજય મેળવ્યો. પ્રથમ બેટિંગ કરતા દિલ્હીએ 20 ઓવરમાં આઠ વિકેટે 203 રન બનાવ્યા. જવાબમાં, બટલરે 54 બોલમાં 11 ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી અણનમ 97 રન ફટકાર્યા, જેના કારણે ગુજરાતે 19.2 ઓવરમાં ત્રણ વિકેટે 204 રન બનાવીને મેચ જીતી લીધી.. 

દિલ્હી કેપિટલ્સે ગુજરાત ટાઇટન્સ સામે જીત માટે 204 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. ગુજરાતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને દિલ્હીએ 20 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને 203 રન બનાવ્યા હતા. દિલ્હીએ મેચ માટે જેક ફ્રેઝર મેકગર્કનો સમાવેશ કર્યો ન હતો અને કરુણ નાયર અભિષેક પોરેલ સાથે ઇનિંગની શરૂઆત કરવામાં આવી હતી.

Latest Stories
Read the Next Article

આફ્રિકાના સ્પિનર ​​કેશવ મહારાજે પોતાના કરિયરમાં એક ઐતિહાસિક સિદ્ધિ કરી હાંસલ, ટેસ્ટ ક્રિકેટમાં પોતાની 200 વિકેટ કરી પૂર્ણ

દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વે વચ્ચે ચાલી રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં દક્ષિણ આફ્રિકાના સ્પિનર ​​કેશવ મહારાજે પોતાના કરિયરમાં એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે.

New Update
mhajan

દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વે વચ્ચે ચાલી રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં દક્ષિણ આફ્રિકાના સ્પિનર ​​કેશવ મહારાજે પોતાના કરિયરમાં એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે.

કેશવ મહારાજે ટેસ્ટ ક્રિકેટમાં પોતાની 200 વિકેટ પૂર્ણ કરી છે. આ સિદ્ધિ સાથે તે ટેસ્ટમાં 200 વિકેટ લેનાર પ્રથમ દક્ષિણ આફ્રિકાના સ્પિનર ​​બન્યો છે. બીજા દિવસની રમત દરમિયાન, 34મી ઓવરમાં કેશવ મહારાજે ઝિમ્બાબ્વેના કેપ્ટન ક્રેગ એર્વિનને આઉટ કરીને પોતાની 200 ટેસ્ટ વિકેટ પૂર્ણ કરી. આ રેકોર્ડ વિકેટ સાથે, દક્ષિણ આફ્રિકાના ક્રિકેટ ઇતિહાસમાં એક નવો અધ્યાય ઉમેરાયો. 

વિશ્વનો 8મો ડાબોડી સ્પિનર ​​બન્યો

 

કેશવ મહારાજે માત્ર પોતાના દેશ માટે ઇતિહાસ જ નહીં પરંતુ ટેસ્ટ ક્રિકેટમાં 200 વિકેટ લેનાર વિશ્વના 8મા ડાબોડી સ્પિનર ​​પણ બન્યો છે. અગાઉ, ફક્ત 7 બોલરો જ આ સિદ્ધિ મેળવી શક્યા હતા. કેશવ મહારાજે પોતાની ટેસ્ટ કારકિર્દીમાં સતત પ્રભાવશાળી પ્રદર્શન કર્યું છે. તેમણે ઘણી વખત મુશ્કેલ પરિસ્થિતિઓમાં ટીમને જીત અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. હવે આ સિદ્ધિ હાંસલ કરીને તેમણે પોતાની કારકિર્દીમાં વધુ એક મોટી સિદ્ધિ ઉમેરી છે. તમને જણાવી દઈએ કે, તેમણે 59 ટેસ્ટ મેચની 99 ઇનિંગ્સમાં 200 વિકેટ લેવાની શાનદાર સિદ્ધિ મેળવી છે.

ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર ડાબોડી સ્પિનર 

રંગના હેરાથ (શ્રીલંકા) - 433

ડેનિયલ વિટોરી (ન્યૂઝીલેન્ડ) - 362

રવીન્દ્ર જાડેજા (ભારત) - 324

ડેરેક અંડરવુડ (ઇંગ્લેન્ડ) - 297

બિશન સિંહ બેદી (ભારત) - 266

શાકિબ અલ હસન (બાંગ્લાદેશ) - 246

તૈજુલ ઇસ્લામ (બાંગ્લાદેશ) - 237

કેશવ મહારાજ (દક્ષિણ આફ્રિકા) - 200

Latest Stories