Happy Birthday Virat Kohli : વિરાટ કોહલીએ પેડી અપટન સાથે કાપી કેક.!

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને વિશ્વના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી શનિવારે 34 વર્ષના થયા છે.

New Update
Happy Birthday Virat Kohli : વિરાટ કોહલીએ પેડી અપટન સાથે કાપી કેક.!

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને વિશ્વના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી શનિવારે 34 વર્ષના થયા છે. હાલમાં તે ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપ રમી રહ્યો છે. કોહલીએ અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં શાનદાર બેટિંગ કરી છે. વિશ્વભરના ફેન્સ વિરાટને તેના જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે. BCCI અને IPL ફ્રેન્ચાઇઝીએ કોહલીને અભિનંદન પાઠવ્યા હતા.

ચાહકોએ ઓસ્ટ્રેલિયામાં કેક કાપી હતી જ્યારે પાકિસ્તાનના ફાસ્ટ બોલર શાહનવાઝ દહાનીએ શાનદાર પોસ્ટ કરી હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)માં તેની સાથે રમી રહેલા દક્ષિણ આફ્રિકાના મહાન એબી ડી વિલિયર્સે તેને વીડિયો દ્વારા શુભેચ્છા પાઠવી હતી. ભારતીય ટીમના ખેલાડીઓએ સોશિયલ મીડિયા પર કોહલી માટે પોસ્ટ કરી હતી. વિરાટે મેલબોર્નમાં ટીમ ઈન્ડિયા સાથે કેક કાપી હતી. આ દરમિયાન ટીમ ઈન્ડિયાના મેન્ટલ કન્ડિશનિંગ કોચ પેડી અપટનનો જન્મદિવસ પણ ઉજવવામાં આવ્યો હતો અને તેની સાથે મળીને કેક કાપી હતી.

Latest Stories