ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર અને IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. IPL 2024માં હાર્દિક પંડ્યા હાલ મુંબઈ ઈન્ડિયન્સ ટીમના કેપ્ટન છે. ગત સિઝનમાં તેઓ ગુજરાત ટાઈટન્સનો કેપ્ટન પણ રહી ચુક્યા છે.હાર્દિક પંડ્યાએ સોમનાથ મહાદેવને જળાભિષેક કરી સોમેશ્વર મહાપૂજા અને ધ્વજાપૂજા કરી હતી.
IPL 2024ની આ સિઝનમાં હાર્દિકની ટીમને ત્રણ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ત્યારે ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાએ આજે સોમનાથ મહાદેવના દર્શન કર્યા.ગત વર્ષે IPL 2023માં હાર્દિક ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હતાય તેમની કપ્તાનીમાં ટીમનું પ્રદર્શન ઘણુ સારુ રહ્યુ હતુ અને ટીમ ફાઈનલ સુધી પહોંચી હતી. ત્યારે આ વખતે પણ ટીમના સારા પ્રદર્શન માટે હાર્દિક પ્રાર્થના કરતા જોવા મળ્યા છે.