Connect Gujarat
સ્પોર્ટ્સ

IPL: હાર્દિક પંડ્યા કેપ્ટનશીપના મામલામાં ધોની કરતા પણ આગળ વધ્યા, વાંચો આંકડા

હાર્દિક પંડ્યા વિનિંગ પર્સન્ટના મામલામાં ટોપ પર પહોંચી ગયા છે. તેમની કેપ્ટન્સીમાં ગુજરાત ટાઈટન્સે કુલ 21 મેચ રમી છે જેમાંથી 16માં ટીમને જીત મળી છે

IPL: હાર્દિક પંડ્યા કેપ્ટનશીપના મામલામાં ધોની કરતા પણ આગળ વધ્યા, વાંચો આંકડા
X

IPL 2022માં પહેલી વખત કેપ્ટન તરીકે દુનિયાને પોતાનું એક નવું રૂપ બતાવનાર હાર્દિર પંડ્યા દરરોજ એક સારા લીડર બનતા જઈ રહ્યા છે.તેમની કેપ્ટન્સીમાં જ્યાં ગુજરાત ટાઈટન્સની ટીમ ગયા વર્ષે ચેમ્પિયન બની હતી. ત્યાં જ આ વર્ષે પણ ટીમ શાનદાર પ્રદર્શન કરતા પોઈન્ટ્સ ટેબલની ટોપ ટીમોમાંથી એક બની ગઈ છે. હાર્દિક પંડ્યા વિનિંગ પર્સન્ટના મામલામાં ટોપ પર પહોંચી ગયા છે. તેમની કેપ્ટન્સીમાં ગુજરાત ટાઈટન્સે કુલ 21 મેચ રમી છે જેમાંથી 16માં ટીમને જીત મળી છે અને 5માં હાર. તેમના વિનિંગ પર્સન્ટ 76.19ના છે.ત્યાં જ આ લિસ્ટમાં બીજા સ્થાન પર છે એમએસ ધોની જેમણે આઈપીએલમાં 217 મેચોમાં કેપ્ટન્સી કરી છે અને તેમનો વિનિંગ પર્સેન્ટ 58.99નો છે. એટલે હાર્દિક અત્યાર સુધી લીગના નંબર એક કેપ્ટન બની ગયા છે.

એક નજર કરીએ સંપૂર્ણ લિસ્ટ પર:-

હાર્દિક પંડ્યા- 76.19 (21 મેચ, 16 જીત અને 5 હાર)

એમએસ ધોની- 58.99 (217 મેચ, 128 જીત અને 88 હાર)

સચિન તેંડુલકર- 58.82 (51 મેચ, 30 જીત અને 21 હાર)

સ્ટીવ સ્મિથ- 58.14 (26 મેચ, 15 જીત અને 11 હાર)

અનિલ કુંબલે- 57.69 (26 મેચ, 15 જીત અને 11 હાર)

ઋષભ પંત- 56.67 (30 મેચ, 17 જીત અને 13 હાર)

શેન વૉર્ન- 56.36 (55 મેચ, 31 જીત અને 24 હાર)

રોહિત શર્મા- 56.08 (149 મેચ, 83 જીત અને 65 હાર)

ગૌતમ ગંભીર- 55.04 (129 મેચ, 71 જીત અને 58 હાર)

વીરેન્દ્ર સહેવાગ- 54.72 (53 મેચ, 29 જીત અને 24 હાર

Next Story