New Update
રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ મંગળવારે પેરિસ પેરાલિમ્પિક ગેમ્સમાં મેડલ જીતનાર ખેલાડીઓનું સન્માન કર્યું હતું. દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન તેમણે ગોલ્ડ મેડલ જીતનાર ખેલાડીઓને 75 લાખ રૂપિયા, સિલ્વર મેડલ જીતનારને 50 લાખ રૂપિયા અને બ્રોન્ઝ જીતનાર ભારતીય ખેલાડીઓને 30 લાખ રૂપિયાનું ઈનામ આપ્યું હતું.
મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં સારું પ્રદર્શન કરનાર આર્ચર શીતલ દેવીને 22.5 લાખ રૂપિયાની વધારાની રકમ આપવામાં આવી હતી.પેરિસ પેરાલિમ્પિક ગેમ્સ-2024માં ભારતે 29 મેડલ જીત્યા છે. આ વખતે ભારત 7 ગોલ્ડ, 9 સિલ્વર અને 13 બ્રોન્ઝની મદદથી 18માં સ્થાને છે. ટોકિયો પેરાલિમ્પિકમાં દેશ કુલ 19 મેડલ સાથે 24મા ક્રમે હતો.
Latest Stories