આઇસીસીએ પાકિસ્તાન ક્રિકેટ ટીમને દંડ ફટકાર્યો છે. દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ હાર બાદ પાકિસ્તાનને વધુ એક આંચકો લાગ્યો છે. કેપટાઉનમાં દક્ષિણ આફ્રિકા અને પાકિસ્તાન વચ્ચે ટેસ્ટ શ્રેણીની બીજી અને છેલ્લી મેચ રમાઈ હતી. આ ટેસ્ટ દરમિયાન સ્લો ઓવર રેટના કારણે પાકિસ્તાનને દંડ ફટકારવામાં આવ્યો છે. ખેલાડીઓએ મેચ ફી દ્વારા આની ભરપાઈ કરવી પડશે.
વાસ્તવમાં કેપટાઉન ટેસ્ટમાં પાકિસ્તાનને 10 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. સ્લો ઓવરરેટના કારણે પાકિસ્તાનને દંડ ફટકારવામાં આવ્યો છે. ટીમના ખેલાડીઓએ મેચ ફીના 25 ટકા દંડ તરીકે ચૂકવવો પડશે. પાકિસ્તાની ટીમે નિર્ધારિત સમયમાં 5 ઓવર ઓછી ફેંકી હતી. ICCએ તેની વેબસાઇટ પર આ અંગેની માહિતી શેર કરી છે. તેમણે આ બાબતને વિગતવાર સમજાવી છે.
પાકિસ્તાનની મુશ્કેલીઓ વધી છે. તેના ખેલાડીઓએ મેચ ફી ચૂકવવી પડશે. તેની સાથે પોઈન્ટ પણ કપાશે. ICCએ કહ્યું કે પાકિસ્તાને 5 ઓવર ઓછી ફેંકી હતી. આ કારણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાંથી પાંચ પોઈન્ટ કપાશે. આઈસીસીના નિયમો અનુસાર, નિર્ધારિત સમયમાં ઓછી ઓવર નાખવા પર દંડ તરીકે પોઈન્ટ પણ કાપી શકાય છે. તેથી, એક ઓવરનો એક પોઈન્ટ કાપવામાં આવ્યો છે. આ રીતે કુલ 5 પોઈન્ટ કપાશે.