/connect-gujarat/media/post_banners/820199558a505c05461e30dce85629dd196c2adcdb8c678ae3ac5949ebe9049c.webp)
ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચેની ODI શ્રેણી બાદ ICC ODI ટીમ રેન્કિંગમાં મોટો ફેરફાર થયો છે. આ શ્રેણીમાં મળેલી હાર બાદ ઈંગ્લેન્ડની ટીમ વનડે રેન્કિંગમાં બીજા સ્થાને સરકી ગઈ છે. આનો ફાયદો ન્યુઝીલેન્ડને મળ્યો છે અને કીવી ટીમ વનડે રેન્કિંગમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. આ સાથે ભારતને ODI રેન્કિંગમાં પ્રથમ સ્થાને પહોંચવાની તક મળી છે. ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણી જીતીને પ્રથમ સ્થાન મેળવી શકે છે.
ભારતે ODI રેન્કિંગમાં નંબર વન સ્થાન મેળવવા માટે ન્યૂઝીલેન્ડ સામેની ત્રણેય મેચ જીતવી પડશે. જો ભારત અને ઈંગ્લેન્ડ બે મેચ જીતે તો પોઈન્ટ બરાબર થઈ જશે, પરંતુ રેટિંગ પોઈન્ટની ગણતરીમાં ભારતીય ટીમ પાછળ રહી જશે અને બીજા સ્થાને આવી જશે. જો ભારત ન્યૂઝીલેન્ડ સામેની વનડે સીરીઝ 2-1થી જીતે છે તો ભારત અને ઈંગ્લેન્ડના 113 પોઈન્ટ થઈ જશે. આ સ્થિતિમાં ભારતીય ટીમ બીજા સ્થાને રહેશે. આ સાથે જ ત્રણેય મેચ જીતીને ભારત 116 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને પહોંચી જશે.