ICC ટેસ્ટ બેટ્સમેન રેન્કિંગમાં ભારતનો વિરાટ કોહલી ટોપ-20 અને રોહિત શર્મા ટોપ-25માંથી બહાર છે. બુધવારે જાહેર કરાયેલી તાજેતરની રેન્કિંગમાં રિષભ પંત અને શુભમન ગિલને ફાયદો થયો છે. જ્યારે બોલર રેન્કિંગમાં રવિચંદ્રન અશ્વિન પાંચમા સ્થાને પહોંચી ગયો છે.ન્યૂઝીલેન્ડ ટેસ્ટ ટીમ રેન્કિંગમાં એક સ્થાનની છલાંગ લગાવીને 5માં નંબરે છે. ટીમે શ્રીલંકાને પાછળ ધકેલી દીધું. ઓસ્ટ્રેલિયા પ્રથમ સ્થાને અને ભારત બીજા સ્થાને છે.ઓલરાઉન્ડરોની યાદીમાં રવિન્દ્ર જાડેજા ટોપ પર છે.
બીજા સ્થાને આર. અશ્વિન છે.વિરાટ કોહલી બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડ સામેની હોમ ટેસ્ટ સિરીઝમાં માત્ર એક જ ફિફ્ટી ફટકારી શક્યો હતો. તેણે 10 ઇનિંગ્સમાં 21.33ની એવરેજથી 192 રન બનાવ્યા હતા. સતત 5 ટેસ્ટમાં નબળા પ્રદર્શનને કારણે વિરાટ 8મું સ્થાન ગુમાવીને 22માં સ્થાને પહોંચી ગયો છે.વિરાટ 10 વર્ષ બાદ ટોપ-20 ટેસ્ટ રેન્કિંગમાંથી બહાર હતો, છેલ્લી વખત તે 2014માં ઈંગ્લેન્ડ સામે ખરાબ પ્રદર્શનને કારણે ટોપ-20માંથી બહાર થયો હતો. તે જ વર્ષે, તે ઓસ્ટ્રેલિયામાં 4 સદી ફટકારીને ટોપ-10માં પાછો ફર્યો. હવે ભારત 22 નવેમ્બરથી ફરી એકવાર ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જઈ રહ્યું છે.