ICCનો મહત્વનો નિર્ણય, T20 વર્લ્ડકપમાં મહિલા અને પુરુષ ટીમને સમાન ઈનામી રકમ મળશે !

Featured | સ્પોર્ટ્સ | સમાચાર, UAEમાં 3 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા મહિલા T20 વર્લ્ડ કપ 2024માં ICCએ એક ઐતિહાસિક અને અદભુત નિર્ણય લીધો છે.ICC પુરૂષ અને મહિલા ટીમ

New Update
icc

UAEમાં 3 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા મહિલા T20 વર્લ્ડ કપ 2024માં ICCએ એક ઐતિહાસિક અને અદભુત નિર્ણય લીધો છે. હવે ICC પુરૂષ અને મહિલા ટીમને સમાન ઈનામી રકમ આપશે. આ મહિલા T20 વર્લ્ડ કપમાં કુલ 66.62 કરોડ રૂપિયાની પ્રાઇઝ મનીને વહેંચવામાં આવશે.

ICCએ મંગળવારે કહ્યું કે ચેમ્પિયન ટીમને 19.59 કરોડ રૂપિયા અને રનરઅપ ટીમને 9.79 કરોડ રૂપિયા મળશે.2023 મહિલા T-20 વર્લ્ડ કપની સરખામણીમાં ઈનામની રકમમાં 225%નો વધારો થયો છે. ટાઈટલ જીતનારી ટીમને પહેલા કરતા 134% વધુ પૈસા આપવાની જાહેરાત કરી છે. રનર અપ ટીમને પણ પહેલા કરતા 134% વધુ પૈસા મળશે. 2023ની વિજેતા ઓસ્ટ્રેલિયાને 8 કરોડ રૂપિયા મળ્યા છે.

Latest Stories