ઇખર એક્ષપ્રેસ મુનાફ પટેલ વિવાદમાં, વાંચો કેમ કરવામાં આવ્યા બેન્કના ખાતા સીઝ ?

ભારતીય ટીમના વર્લ્ડકપ વિજેતા ખેલાડી મુનાફ પટેલને લઇને એક વિવાદિત સમાચાર સામે આવ્યા છે, મુનાફ પટેલના બે બેન્ક ખાતાને સિઝ કરી દેવામાં આવ્યા છે,

ઇખર એક્ષપ્રેસ મુનાફ પટેલ વિવાદમાં, વાંચો કેમ કરવામાં આવ્યા બેન્કના ખાતા સીઝ ?
New Update

ભારતીય ટીમના વર્લ્ડકપ વિજેતા ખેલાડી મુનાફ પટેલને લઇને એક વિવાદિત સમાચાર સામે આવ્યા છે, મુનાફ પટેલના બે બેન્ક ખાતાને સિઝ કરી દેવામાં આવ્યા છે, વિવાદ એવો છે કે જે કંપનીનામાં મુનાફ પટેલ નિદેશક હતો તે કંપનીએ રોકાણકારોના પૈસા પરત નથી કર્યા. જાણો શું છે આખો મામલો, કોણે ફરિયાદ પર આ કાર્યવાહી કરવામાં આવી છે.

ઉત્તર પ્રદેશ ભૂ-સંપદા વિનિયામક પ્રાધિકરણ (UP Rera) દ્વારા આપવામાં આવેલા વસૂલ પ્રમાણપત્ર (આરસી)ના આધાર પર ગૌતમ બુદ્ધ નગર જિલ્લા પ્રશાસને પૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર તેમજ ટીમ ઇન્ડિયાના ગુજરાતી ક્રિકેટર મુનાફ પટેલના બે બેન્ક ખાતા સીઝ કરી દેવામાં આવ્યા છે, અને સીઝ કરીને 52 લાખ રૂપિયાની વસૂલ કરી છે, આ વાત એક અધિકારીએ જણાવી છે, મુનાફ પટેલ હવે ફરી એકવાર મોટા વિવાદમાં સપડાયો છે.મુનાફ પટેલ બિલ્ડર કંપની નિવાસ પ્રમૉટર્સ પ્રાઇવેટ લિમીટેડમાં નિદેશક છે, યૂપી રેરાએ મુનાફ પટેલની કંપની દ્વારા રોકાણકારોની રકમ પાછી ના આપવાના આરોપમાં આ કાર્યવાહી કરી છે. જિલ્લી અધિકારી ગૌતમ બુદ્ધ નગર સુહાસ એલવાઇએ બતાવ્યુ કે, યૂપી રેરાની આરસી પર બિલ્ડર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે, મુનાફ પટેલ પણ તે કંપનીમાં નિદેશક છે, વિવિધ સલાહ બાદ રાજસ્વ ટીમે બેન્ક ખાતા સીઝ કરી આરસીના પૈસા વસૂલ્યા છે. તેમને બતાવ્યુ કે બાકીની રકમની વસૂલીનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ડીએમ , જિલ્લા અધિકારીએ બતાવ્યુ કે, ગ્રેટર નૉઇડા વેસ્ટ સેક્ટર 10માં નિવાસ પ્રમૉટર્સ પ્રાઇવેટ લિમીટેડ અંતર્ગત વનલીક ટ્રૉય નામની એક પરિયોજના પર કામ થઇ રહ્યું છે, જેના ખરીદદારોએ પરિયોજના સમય પર પુરી ના થવા પર યૂપી રેરામાં ફરિયાદ કરી હતી, ફરિયાદના આધાર પર સુનાવણી બાદ યૂપી રેરાએ બિલ્ડર વિરુદ્ધ આદેશ જાહેર કર્યો હતો. તેમને બતાવ્યુ કે, આદેશનુ પાલન ના કરવા પર યૂપી રેરાએ બિલ્ડરને આરસી જાહેર કરી દીદી હતી, જિલ્લા પ્રશાસનની પાસે બિલ્ડર વિરુદ્ધ 10 કરોડ રૂપિયાની 40થી વધુ આરસી બાકી પડેલી છે. 

#India #Connect Gujarat #BeyondJustNews #Former Cricketer #Controversy #Munaf Patel
Here are a few more articles:
Read the Next Article