/connect-gujarat/media/post_banners/47688dac93a312494bb6f78ebecfe16a1e0e6163c102f47889f5be14b87b3cd3.webp)
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ નાગપુરમાં ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટમાં શાનદાર સદી ફટકારી હતી. તેણે શુક્રવારે (10 ફેબ્રુઆરી) મેચની પ્રથમ ઇનિંગમાં તેની સદી પૂરી કરી હતી. હિટમેને 17 મહિના બાદ ટેસ્ટમાં સદી ફટકારી છે. છેલ્લી વખત તેણે સપ્ટેમ્બર 2021માં ઈંગ્લેન્ડ સામે ઓવલ ખાતે 127 રનની ઇનિંગ રમી હતી. રોહિતે ઓસ્ટ્રેલિયા સામે પણ સદી ફટકારીને ઈતિહાસ રચ્યો હતો.
રોહિત કેપ્ટન તરીકે ત્રણેય ફોર્મેટ (ટેસ્ટ, ODI અને T20)માં સદી ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બની ગયો છે. આવું કરનાર તે વિશ્વનો ચોથો ખેલાડી છે. શ્રીલંકાના તિલકરત્ને દિલશાન, દક્ષિણ આફ્રિકાના ફાફ ડુપ્લેસીસ અને પાકિસ્તાનના બાબર આઝમે કેપ્ટન તરીકે ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારી છે. રોહિતે કેપ્ટન તરીકે વનડેમાં ત્રણ અને ટી-20માં બે સદી ફટકારી છે.