Connect Gujarat
સ્પોર્ટ્સ

IND vs AUS : ભુવનેશ્વરની 19મી ઓવર એટલે હારની ગેરંટી!, ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઈન્ડિયાની કારમી હાર

ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી પ્રથમ T20 મેચમાં ટીમ ઈન્ડિયાને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.

IND vs AUS : ભુવનેશ્વરની 19મી ઓવર એટલે હારની ગેરંટી!,  ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઈન્ડિયાની કારમી હાર
X

ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી પ્રથમ T20 મેચમાં ટીમ ઈન્ડિયાને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ટી20 રેન્કિંગમાં નંબર-1 પર રહેલી ટીમ ઈન્ડિયાએ અહીં 208 રનનો મોટો સ્કોર બનાવ્યા બાદ પણ મેચ હારી ગઈ હતી. અહીંથી T20 વર્લ્ડ કપની તમામ તૈયારીઓને મજાક તરીકે જોવામાં આવી રહી છે. આ મેચમાં ફરી એકવાર એ જ ભૂલ જોવા મળી જે એશિયા કપમાં કેપ્ટન રોહિત શર્મા રિપીટ કરી રહ્યો હતો.

ટાર્ગેટ બચાવતા ભુવનેશ્વર કુમારને 19મી ઓવર ફેંકવીએ ભૂલ છે. છેલ્લા કેટલાક દિવસોમાં આ ત્રીજી વખત હતું જ્યારે ભુવનેશ્વર કુમારે ટીમ ઈન્ડિયા માટે 19મી ઓવર ફેંકી હતી અને તે ઓવરથી જ ભારતની હાર નક્કી થઈ ગઈ હતી. આ પહેલા એશિયા કપમાં પાકિસ્તાન અને શ્રીલંકા સામે થયું હતું, હવે મોહાલીમાં ઓસ્ટ્રેલિયા સામે પણ આવું જ થયું છે. ભારતે ઓસ્ટ્રેલિયાને 209 રનનો ટાર્ગેટ આપ્યો હતો મેચ ઓસ્ટ્રેલિયાના હાથમાં હતી. પરંતુ જ્યારે છેલ્લી 2 ઓવરમાં 18 રનની જરૂર હતી ત્યારે એવું લાગી રહ્યું હતું કે કંઈક ચમત્કાર થશે. પરંતુ અહીં ટીમ ઈન્ડિયાએ મોટી ભૂલ કરી. ભુવનેશ્વર કુમારને 19મી ઓવર આપવામાં આવી હતી અને તેણે અહીં 16 રન લૂંટ્યા હતા. આ ઓવરે ભારતની હાર નક્કી કરી.

ભારત આ વખતે એશિયા કપના સુપર-4થી આગળ વધી શક્યું નથી, જ્યાં ટીમ ઈન્ડિયા પાકિસ્તાન અને શ્રીલંકા સામે સતત મેચ હારી ગઈ હતી. આ બંને હારમાં પણ ભુવનેશ્વર કુમારની 19મી ઓવર વિલન સાબિત થયો હતો. જ્યારે પાકિસ્તાનને છેલ્લી 2 ઓવરમાં 26 રનની જરૂર હતી ત્યારે ભુવનેશ્વરે 19મી ઓવરમાં 19 રન આપ્યા અને મેચ એક રીતે સમાપ્ત થઈ ગઈ.

એ જ રીતે જ્યારે શ્રીલંકાને છેલ્લી 2 ઓવરમાં 21 રનની જરૂર હતી ત્યારે ભુવનેશ્વર કુમારે 19મી ઓવર ફેંકી હતી. જેમાં તેણે 14 રન આપ્યા અને ફરી એકવાર ટીમ ઈન્ડિયા માટે વાપસી કરવી મુશ્કેલ બની ગઈ. એશિયા કપની આ બંને મેચમાં અર્શદીપ સિંહે 20મી ઓવર નાખી અને તે રન બચાવી શક્યો નહીં.

સવાલ એ પણ ઉઠે છે કે ભુવનેશ્વર કુમાર વારંવારની ભૂલો બાદ પણ 19મી ઓવર શા માટે ફેંકી રહ્યો છે. આનો એકમાત્ર જવાબ જસપ્રિત બુમરાહની ગેરહાજરી છે. કારણ કે બુમરાહની ગેરહાજરીના કારણે ભુવનેશ્વર ટીમ ઈન્ડિયાનો મુખ્ય બોલર છે, આવી સ્થિતિમાં તેને ડેથ ઓવરોમાં જવાબદારી સોંપવામાં આવી રહી છે પરંતુ તે ત્રણ વખત નિષ્ફળ રહ્યો છે.

Next Story