IND vs AUS: અમદાવાદ ટેસ્ટમાં ભારતની મુશ્કેલી વધી, સ્ટાર બેટ્સમેન ઘાયલ..!
અમદાવાદ ટેસ્ટના ચોથા દિવસે ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે.
BY Connect Gujarat Desk12 March 2023 5:12 AM GMT

X
Connect Gujarat Desk12 March 2023 5:12 AM GMT
અમદાવાદ ટેસ્ટના ચોથા દિવસે ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમ ઈન્ડિયાના મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ અય્યરે કમરના દુખાવાની ફરિયાદ કરી છે. આ કારણે, તે મેચના ચોથા દિવસે તેના નિશ્ચિત ક્રમ પર બેટિંગ કરવા આવ્યો ન હતો. ભારતની ચોથી વિકેટ પડ્યા બાદ શ્રીકર ભરત શ્રેયસ ઐયરની જગ્યાએ છઠ્ઠા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. અય્યરે મેચના ત્રીજા દિવસે જ કમરના દુખાવાની ફરિયાદ કરી હતી. આ પછી તેને સ્કેન માટે લઈ જવામાં આવ્યો. શ્રેયસ હાલમાં BCCIની મેડિકલ ટીમની દેખરેખમાં છે.
Next Story