IND vs AUS: સિડની ટેસ્ટમાં પ્લેઇંગ ઇલેવનમાંથી રોહિત શર્મા બહાર, જસપ્રીત બુમરાહને સોંપાઇ કેપ્ટનશીપ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની છેલ્લી ટેસ્ટ આજે (3 જાન્યુઆરી) સિડનીમાં છે. આ મેચમાં ભારતીય ટીમ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી રહી છે.

New Update
rohit bnd
Advertisment

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની છેલ્લી ટેસ્ટ આજે (3 જાન્યુઆરી) સિડનીમાં છે. આ મેચમાં ભારતીય ટીમ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી રહી છે. ભારતનો સ્કોર 35 રનની આસપાસ છે અને બે વિકેટ પડી છે. શુભમન ગિલ અને વિરાટ કોહલી ક્રિઝ પર છે. આ મેચમાં જસપ્રીત બુમરાહ ભારતની કેપ્ટનશીપ કરી રહ્યો છે. રોહિત શર્માએ આ મેચમાં નહીં રમવાનો નિર્ણય લીધો છે. 

ભારતે પર્થમાં પ્રથમ ટેસ્ટ મેચ 295 રને જીતી લીધી હતી. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાએ એડિલેડ ટેસ્ટ 10 વિકેટે જીતી હતી. આ પછી બ્રિસબેન ટેસ્ટ ડ્રો રહી હતી. ઓસ્ટ્રેલિયાએ મેલબોર્નમાં 184 રનથી શાનદાર જીત નોંધાવી હતી. આ રીતે તે હાલમાં શ્રેણીમાં 2-1થી આગળ છે.

Advertisment

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ભારતીય ટીમને પહેલો ફટકો કેએલ રાહુલ (4)ના રૂપમાં લાગ્યો હતો, જે મિશેલ સ્ટાર્કની ઓવરમાં સેમ કોન્સ્ટાસના હાથે કેચ આઉટ થયો હતો. ત્યારબાદ બીજો ઓપનર યશસ્વી જયસ્વાલ (10) પણ સ્કોટ બોલેન્ડનો શિકાર બન્યો હતો. 

રોહિત શર્માએ પોતાને આ મેચમાંથી બહાર રાખવાનો નિર્ણય લીધો હતો. રોહિતની જગ્યાએ શુભમન ગિલને તક મળી છે. આ સિવાય ફાસ્ટ બોલર આકાશ દીપ કમરના દુખાવાના કારણે આ મેચમાંથી બહાર રહ્યો હતો. પોતાની ત્રીજી ટેસ્ટ રમી રહેલા પ્રસિદ્ધ કૃષ્ણાને આકાશની જગ્યાએ તક મળી છે.

 

Latest Stories