New Update
/connect-gujarat/media/post_banners/4884ac409b97970187218021e4f826e257f81516306529b4aa3535603cbc4ab1.webp)
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ મેચ ઢાકાના શેર-એ-બાંગ્લા સ્ટેડિયમમાં રમાઇ રહી છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારતે બાંગ્લાદેશ સામે 187 રનનો ટાર્ગેટ આપ્યો છે. ભારતની 10મી વિકેટ મોહમ્મદ સિરાજની પડી હતી. તે ઇબાદત હસનની બોલિંગ પર મહમુદુલ્લાહના હાથે કેચ આઉટ થયો હતો. સિરાજે 20 બોલમાં નવ રન બનાવ્યા હતા. આ મેચમાં ભારતીય ટીમ પૂરી 50 ઓવર પણ રમી શકી નહોતી. આખી ટીમ 41.2 ઓવરમાં 186 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. લોકેશ રાહુલે સૌથી વધુ 73 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ તરફથી શાકિબ અલ હસને પાંચ અને ઇબાદત હસને ચાર વિકેટ ઝડપી હતી.