Home > સ્પોર્ટ્સ > T20 વર્લ્ડ કપ, IND vs BAN: વરસાદને કારણે રમત અટકી, બાંગ્લાદેશ ડકવર્થ-લુઈસ નિયમથી 17 રન આગળ
T20 વર્લ્ડ કપ, IND vs BAN: વરસાદને કારણે રમત અટકી, બાંગ્લાદેશ ડકવર્થ-લુઈસ નિયમથી 17 રન આગળ
એડિલેડમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે T20 વર્લ્ડ કપની 35મી મેચ રમાઈ રહી છે. બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.
BY Connect Gujarat Desk2 Nov 2022 10:42 AM GMT

X
Connect Gujarat Desk2 Nov 2022 10:42 AM GMT
એડિલેડમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે T20 વર્લ્ડ કપની 35મી મેચ રમાઈ રહી છે. બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતે 20 ઓવરમાં છ વિકેટે 184 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશને મેચ જીતવા માટે 185 રન બનાવવાની જરૂર છે.
વરસાદના કારણે મેચ હાલ પુરતી રોકવામાં આવી છે. બાંગ્લાદેશે સાત ઓવરમાં 66 રન બનાવ્યા છે. તેઓ હાલમાં ડકવર્થ-લુઈસ નિયમના આધારે ભારત કરતાં 17 રન આગળ છે. જો અહીંથી મેચ નહીં રમાય તો બાંગ્લાદેશની ટીમ મેચ જીતી જશે. લિટન દાસ તોફાની બેટિંગ કરી રહ્યો છે. તેણે 21 બોલમાં અડધી સદી ફટકારી છે. બાંગ્લાદેશે પાવરપ્લે (શરૂઆતની છ ઓવર)માં વિના નુકશાન 60 રન બનાવ્યા છે. લિટન 24 બોલમાં 56 અને નજમુલ હસન શાંતો 12 બોલમાં ચાર રન બનાવીને અણનમ છે.
Next Story