/connect-gujarat/media/post_banners/5167cbc004b9f34cd429b21915d3e83bc8dc5f5e48c4c760e38d7c0927bffc0e.webp)
ભારતીય ટીમ હાલ બાંગ્લાદેશના પ્રવાસે છે. ટીમ ઈન્ડિયા રવિવારથી બાંગ્લાદેશ સામે ત્રણ મેચની વનડે શ્રેણી રમવાની છે. આ પહેલા ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ખભામાં ઈજાના કારણે બાંગ્લાદેશ સામેની સમગ્ર વનડે શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. બીસીસીઆઈએ આ વાતની પુષ્ટિ કરી છે. શમીના સ્થાને ઉમરાન મલિકને વનડે શ્રેણી માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
BCCIએ કહ્યું- ફાસ્ટ બોલર શમીને બાંગ્લાદેશ સામેની ODI સિરીઝની તૈયારી દરમિયાન ટ્રેનિંગ સેશનમાં ખભામાં ઈજા થઈ હતી. તે હાલમાં બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં બીસીસીઆઈની મેડિકલ ટીમના નિરીક્ષણ હેઠળ છે અને ત્રણ મેચની વનડે શ્રેણીમાં ભાગ લેશે નહીં. ઉમરાન ન્યુઝીલેન્ડ સામેની ટી20 અને વનડે સીરીઝમાં ટીમ ઈન્ડિયાનો ભાગ હતો. તેણે આ પ્રવાસમાં શાનદાર બોલિંગ કરી હતી. તે ODI શ્રેણીમાં ટીમ ઈન્ડિયા માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. તેણે ત્રણ મેચમાં ત્રણ વિકેટ ઝડપી હતી.