IND vs BAN T20 Series : BCCI એ ઈન્ડિયાની ટીમમાં કર્યો ફેરફાર

શિવમ દુબેને 6 ઓક્ટોબરથી શરૂ થનારી ભારત અને બાંગ્લાદેશ T20 શ્રેણીમાંથી બહાર કરવામાં આવ્યો છે. તેના સ્થાને 21 વર્ષીય બેટ્સમેન તિલક વર્માને ટીમ ઈન્ડિયામાં સામેલ

New Update
ટીમ india 1

શિવમ દુબેને 6 ઓક્ટોબરથી શરૂ થનારી ભારત અને બાંગ્લાદેશ T20 શ્રેણીમાંથી બહાર કરવામાં આવ્યો છે. તેના સ્થાને 21 વર્ષીય બેટ્સમેન તિલક વર્માને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો છે. ભારત-બાંગ્લાદેશ સીરીઝ 6 થી 12 ઓક્ટોબર સુધી ચાલશે. 

BCCI અનુસાર, ઓલરાઉન્ડર શિવમ દુબે પીઠની ઈજાને કારણે ત્રણ મેચની T20I શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. BCCIની પસંદગી સમિતિએ શિવમની જગ્યાએ તિલક વર્માને ટીમમાં સામેલ કર્યો છે. તિલક રવિવારે સવારે ગ્વાલિયરમાં ટીમ સાથે જોડાશે. બીસીસીઆઈએ આ જાણકારી આપી છે.

બાંગ્લાદેશ સામેની T20I શ્રેણી માટે ભારતની અપડેટ  ટીમઃ  સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટ-કીપર), રિંકુ સિંહ, હાર્દિક પંડ્યા, રાયન પરાગ, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, વરુણ ચક્રવર્તી, જીતેશ શર્મા (વિકેટ કીપર), અર્શદીપ સિંહ, હર્ષિત રાણા, મયંક યાદવ, તિલક વર્મા. 

Latest Stories