Connect Gujarat
સ્પોર્ટ્સ

IND vs ENG: ઈંગ્લેન્ડે રાજકોટ ટેસ્ટ માટે તેમની પ્લેઈંગ 11ની જાહેરાત કરી..

રાજકોટમાં ગુરુવારથી શરૂ થનારી ભારત સામેની ત્રીજી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડે તેના પ્લેઈંગ 11ની જાહેરાત કરી છે.

IND vs ENG: ઈંગ્લેન્ડે રાજકોટ ટેસ્ટ માટે તેમની પ્લેઈંગ 11ની જાહેરાત કરી..
X

રાજકોટમાં ગુરુવારથી શરૂ થનારી ભારત સામેની ત્રીજી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડે તેના પ્લેઈંગ 11ની જાહેરાત કરી છે. ફાસ્ટ બોલર માર્ક વૂડની ઈંગ્લેન્ડની ટીમમાં વાપસી થઈ છે, જે શોએબ બશીરની જગ્યા લેશે.

વુડને હૈદરાબાદ ટેસ્ટમાં તક મળી હતી, પરંતુ તેને એક પણ વિકેટ મળી ન હતી. આ પછી ઈંગ્લેન્ડે વિશાખાપટ્ટનમમાં રમાયેલી બીજી ટેસ્ટમાં જેમ્સ એન્ડરસનની જગ્યાએ માર્ક વૂડને ઉતાર્યો હતો. શોએબ બશીરે વિઝાગ ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું. ત્રીજી ટેસ્ટ માટે તેને રિટેન કરવામાં આવ્યો ન હતો. 20 વર્ષીય ઓફ સ્પિનરે બીજી ટેસ્ટમાં ચાર વિકેટ ઝડપી હતી જેમાં પ્રથમ દાવમાં ત્રણ વિકેટ હતી.

ઈંગ્લેન્ડના અનુભવી બેટ્સમેન જો રૂટને બીજી ટેસ્ટ દરમિયાન સ્લિપમાં ફિલ્ડિંગ કરતી વખતે આંગળીમાં ઈજા થઈ હતી. પરંતુ તે રાજકોટ ટેસ્ટ માટે સમયસર ફિટ થઈ ગયો હતો. વર્તમાન શ્રેણીમાં ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ટેસ્ટ કેપ્ટનનું પ્રદર્શન અત્યાર સુધી સારું રહ્યું નથી અને તે પોતાની બેટિંગમાં સુધારો કરીને રાજકોટમાં મોટી ઈનિંગ્સ રમવા ઈચ્છશે.

ઈંગ્લેન્ડ ત્રીજી ટેસ્ટ ટીમ

જેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, જોની બેરસ્ટો, બેન સ્ટોક્સ (કેપ્ટન), બેન ફોક્સ, રેહાન અહેમદ, ટોમ હાર્ટલી, માર્ક વુડ અને જેમ્સ એન્ડરસન.

Next Story