IND vs NZ : T20 સિરીઝ પહેલા કેપ્ટન હાર્દિકે કહ્યું – વર્લ્ડ કપમાં હારથી નિરાશ, પરંતુ અમારે આગળ વધવું પડશે.!

ભારતીય કેપ્ટન અને ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનું કહેવું છે કે તે T20 વર્લ્ડ કપમાં ભારતના પ્રદર્શનથી નિરાશ છે પરંતુ ટીમને આગળ વધવાની જરૂર છે.

New Update
IND vs NZ : T20 સિરીઝ પહેલા કેપ્ટન હાર્દિકે કહ્યું – વર્લ્ડ કપમાં હારથી નિરાશ, પરંતુ અમારે આગળ વધવું પડશે.!

ભારતીય કેપ્ટન અને ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનું કહેવું છે કે તે T20 વર્લ્ડ કપમાં ભારતના પ્રદર્શનથી નિરાશ છે પરંતુ ટીમને આગળ વધવાની જરૂર છે. ન્યૂઝીલેન્ડ સામેની ટી-20 સીરીઝમાં હાર્દિકને ભારતનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ શ્રેણીની શરૂઆત પહેલા હાર્દિકે કહ્યું હતું કે ટીમ ઈન્ડિયાએ પોતાની હારને સફળતા તરીકે લેવાની જરૂર છે.

Advertisment

હાર્દિકે કહ્યું કે અમે પ્રોફેશનલ પ્લેયર્સ છીએ અને આપણે આ હારને એ જ રીતે લેવાની જરૂર છે જે રીતે આપણે આપણી સફળતાને લઈએ છીએ. આનો સ્વીકાર કરીને આપણે આગળ વધવું જોઈએ. જેમ આપણે મેચ જીતીએ ત્યારે કરીએ છીએ.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે શુક્રવારથી ટી-20 સિરીઝ શરૂ થઈ રહી છે. આ પહેલા હાર્દિકે કહ્યું હતું કે T20 વર્લ્ડ કપ 2024નો રોડમેપ શરૂ થઈ ગયો છે પરંતુ હાલમાં ટીમનું સંપૂર્ણ ધ્યાન ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર છે. તેણે કહ્યું કે ન્યૂઝીલેન્ડ છેલ્લા કેટલાક વર્ષોમાં શાનદાર ટીમ રહી છે. હાર્દિકે કહ્યું, "તેઓએ હંમેશા શાનદાર પ્રદર્શન કર્યું છે અને એક ટીમ તરીકે તમને પડકાર આપ્યો છે." હાર્દિકે કહ્યું કે આ સિરીઝમાં યુવાઓને ટીમમાં પોતાની યોગ્યતા સાબિત કરવાની અને સારું પ્રદર્શન કરવાની મોટી તક મળશે. ટીમ ઈન્ડિયા સ્થાનિક સમય અનુસાર બપોરે 2 થી 5 વાગ્યા સુધી બેસિન રિઝર્વ, વેલિંગ્ટન ખાતે પ્રેક્ટિસ કરશે. ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં ભારતે 18 થી 30 નવેમ્બર દરમિયાન ત્રણ ટી-20 અને ત્રણ વનડે શ્રેણી રમવાની છે.

Advertisment