IND vs NZ : ભારતે રાયપુર વનડેમાં 8 વિકેટે જીત, શ્રેણી કરી કબજે ..!
ભારતે ન્યૂઝીલેન્ડને 8 વિકેટે હરાવ્યું છે અને આ મેચ સાથે શ્રેણી પણ જીતી લીધી છે. આ મેચમાં ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા 108 રન બનાવ્યા હતા.
BY Connect Gujarat Desk21 Jan 2023 1:54 PM GMT

X
Connect Gujarat Desk21 Jan 2023 1:54 PM GMT
ભારતે ન્યૂઝીલેન્ડને 8 વિકેટે હરાવ્યું છે અને આ મેચ સાથે શ્રેણી પણ જીતી લીધી છે. આ મેચમાં ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા 108 રન બનાવ્યા હતા. ભારતના ફાસ્ટ બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. જોકે 15 રનમાં પાંચ વિકેટ ગુમાવ્યા બાદ કિવી ટીમે મિડલ ઓર્ડરના બેટ્સમેનોના યોગદાનથી 108 રન બનાવ્યા હતા. ભારત માટે આ ટાર્ગેટ ખૂબ જ સરળ હતો. કેપ્ટન રોહિત અને શુભમન ગિલે સારી શરૂઆત કરી હતી, પરંતુ રોહિત અડધી સદી ફટકારીને આઉટ થયો હતો. તેના પછી ક્રિઝ પર આવેલ વિરાટ પણ 11 રન બનાવીને આઉટ થયો હતો. જોકે ગિલે એક છેડે ઊભા રહીને ઈશાન કિશન સાથે મેચ પૂરી કરી હતી. આ સિરીઝની ત્રીજી અને છેલ્લી મેચ 24 જૂને ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાશે. આ પછી બંને ટીમો ત્રણ મેચની ટી-20 સિરીઝ રમશે.
Next Story