/connect-gujarat/media/post_banners/35cadcbc0fb90b6e5bcc86628558edadf0a6b8ffdc3869d34f2d6dead63c5336.webp)
ન્યૂઝીલેન્ડની ટીમ ભારતીય બોલિંગ સામે ઝઝૂમી ગઈ અને માત્ર 108ના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ.એટલે કે ટીમ ઈન્ડિયાને આ મેચ અને સિરીઝ જીતવા માટે માત્ર 109 રન બનાવવા પડશે. ટીમ ઈન્ડિયા તરફથી આ મેચમાં મોહમ્મદ શમીએ ત્રણ વિકેટ ઝડપી હતી, તેની સાથે હાર્દિક પંડ્યા અને વોશિંગ્ટન સુંદરને 2-2 વિકેટ મળી હતી.
ન્યૂઝીલેન્ડની હાલત અહીં ખૂબ જ ખરાબ હતી, ટોપ-5 બેટ્સમેનમાંથી કોઈ પણ ડબલ ફિગરને સ્પર્શી શક્યો નહોતો. ન્યૂઝીલેન્ડ તરફથી ગ્લેન ફિલિપ્સે સૌથી વધુ રન બનાવ્યા અને તેનો સ્કોર 36 રહ્યો. ભારત સામે ન્યૂઝીલેન્ડનો આ ત્રીજો સૌથી ઓછો સ્કોર છે. અગાઉ 2016માં ન્યૂઝીલેન્ડ 79 રન પર ઓલઆઉટ થયું હતું, 2010માં 103 રન પર અને હવે અહીં આખી ટીમ 108 રન પર આઉટ થઈ ગઈ હતી.