/connect-gujarat/media/post_banners/4c8af4a6a2dd72cc916392a067be85c799af3014bf36731145a4ea1d33b4f23b.webp)
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બુધવારથી ત્રણ મેચની વનડે સીરીઝ શરૂ થઈ રહી છે. સિરીઝની શરૂઆત પહેલા જ ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ગયા વર્ષે ભારત માટે વનડેમાં સૌથી વધુ રન બનાવનાર શ્રેયસ અય્યર ઈજાના કારણે ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ મેચની વનડે શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે.
બીસીસીઆઈએ આ અંગે માહિતી આપી છે. તેણે કહ્યું કે ટીમ ઈન્ડિયાના બેટ્સમેન શ્રેયસ અય્યર પીઠની ઈજાને કારણે ન્યૂઝીલેન્ડ સામેની આગામી ત્રણ મેચની વનડે શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. તે રિહેબ માટે નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) જશે. પસંદગી સમિતિએ શ્રેયસ અય્યરના સ્થાને રજત પાટીદારનો ટીમમાં સમાવેશ કર્યો છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 18 જાન્યુઆરીએ હૈદરાબાદમાં પ્રથમ વનડે રમાશે.