Connect Gujarat
સ્પોર્ટ્સ

IND vs PAK : વિરાટની અદ્ભુત ઇનિંગ્સના મોટા શોટ્સ, જેણે પાકિસ્તાનના હાથમાંથી જીત છીનવી લીધી, જુઓ વીડિયો

વિરાટ કોહલીએ રવિવારે (23 ઓક્ટોબર) મેલબોર્નમાં પાકિસ્તાન સામે ઐતિહાસિક ઇનિંગ રમી હતી. એક એવી ઇનિંગ જે આવનારા વર્ષો સુધી યાદ રહેશે.

IND vs PAK : વિરાટની અદ્ભુત ઇનિંગ્સના મોટા શોટ્સ, જેણે પાકિસ્તાનના હાથમાંથી જીત છીનવી લીધી, જુઓ વીડિયો
X

વિરાટ કોહલીએ રવિવારે (23 ઓક્ટોબર) મેલબોર્નમાં પાકિસ્તાન સામે ઐતિહાસિક ઇનિંગ રમી હતી. એક એવી ઇનિંગ જે આવનારા વર્ષો સુધી યાદ રહેશે. તેની બેટિંગથી ટીમ ઈન્ડિયાએ 90 હજાર દર્શકોની સામે જીત મેળવી હતી. કોહલીએ 53 બોલમાં અણનમ 82 રન બનાવ્યા હતા. તેણે 6 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. કોહલીનો સ્ટ્રાઈક રેટ 154.72 હતો.

T20 વર્લ્ડ કપ તેના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે. આમાં તેણે કોહલીની ઇનિંગના મોટા શોટ્સ બતાવ્યા છે. જો તમે કોહલીના મોટા શોટ્સ ન જોયા હોય અથવા તેને ફરીથી જોવા માંગતા હોય, તો તમે તેને અહીં જોઈ શકો છો.

કોહલીએ પોતાની બેટિંગથી ટીમ ઈન્ડિયાને એવી જીત અપાવી કે બધા જશ્ન મનાવવા લાગ્યા. મેલબોર્નમાં ફટાકડા ફોડવામાં આવ્યા હતા. ભારતમાં લોકો રસ્તા પર નાચવા લાગ્યા. શાંત ખેલાડીઓની યાદીમાં સામેલ ટીમ ઈન્ડિયાના કોચ રાહુલ દ્રવિડ પણ પૂરા ઉત્સાહમાં જોવા મળ્યા. કોહલીની ઇનિંગનો એવો જાદુ હતો કે મહાન બેટ્સમેન સુનીલ ગાવસ્કર સ્ટેડિયમમાં ડાન્સ કરવા લાગ્યા.

Next Story
Share it