Connect Gujarat
સ્પોર્ટ્સ

IND vs SA: કેપટાઉનમાં દક્ષિણ આફ્રિકાને ભારતે હરાવીને રચ્યો ઇતિહાસ..!

ભારતીય ટીમે ગુરુવારે દક્ષિણ આફ્રિકાની ધરતી પર ઈતિહાસ રચ્યો હતો. ન્યૂલેન્ડ્સ, કેપટાઉન ખાતે પ્રથમ ટેસ્ટ મેચ જીતનારી તેઓ પ્રથમ એશિયન ટીમ બની.

IND vs SA: કેપટાઉનમાં દક્ષિણ આફ્રિકાને ભારતે હરાવીને રચ્યો ઇતિહાસ..!
X

ભારતીય ટીમે ગુરુવારે દક્ષિણ આફ્રિકાની ધરતી પર ઈતિહાસ રચ્યો હતો. ન્યૂલેન્ડ્સ, કેપટાઉન ખાતે પ્રથમ ટેસ્ટ મેચ જીતનારી તેઓ પ્રથમ એશિયન ટીમ બની. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચના બીજા દિવસે ભારતીય ટીમે યજમાન દેશને 7 વિકેટે હરાવ્યું હતું.

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી બીજી ટેસ્ટ મેચ બીજા સેશનમાં જ ખતમ થઈ ગઈ હતી. દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. યજમાન ટીમ પ્રથમ દાવમાં માત્ર 55 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી મોહમ્મદ સિરાજે 6 વિકેટ લીધી હતી. બુમરાહ અને સિરાજને બે-બે વિકેટ મળી હતી.

આ સાથે જ ભારતનો પ્રથમ દાવ 153 રનમાં સમેટાઈ ગયો હતો. ભારતને પ્રથમ દાવમાં 98 રનની મામૂલી લીડ મળી હતી. બંને ટીમો પહેલા દિવસે 40-40 ઓવર પણ રમી શકી ન હતી. પહેલા જ દિવસે દક્ષિણ આફ્રિકાએ બીજી ઇનિંગ રમવાની હતી. પ્રથમ દિવસની રમતના અંત સુધીમાં ભારતીય બોલરોએ દક્ષિણ આફ્રિકાની ત્રણ વિકેટ ઝડપી હતી. પ્રથમ દિવસે 23 વિકેટ પડી હતી.

બીજા દિવસની રમત શરૂ થઈ ત્યારે જસપ્રિત બુમરાહનો પાવર જોવા મળ્યો. બીજા સેશનની શરૂઆત સુધીમાં દક્ષિણ આફ્રિકાની આખી ટીમ 175 રનમાં સમેટાઈ ગઈ હતી. એડન માર્કરામે 106 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય કેપ્ટન ડીન એલ્ગરે 12 રન બનાવ્યા હતા. જસપ્રીત બુમરાહે 6 વિકેટ લીધી હતી. જ્યારે મુકેશ કુમારને બે વિકેટ મળી હતી. ભારતને જીતવા માટે 79 રનનો ટાર્ગેટ મળ્યો હતો.

લક્ષ્યનો પીછો કરતા ભારતે ઝડપી શરૂઆત કરી હતી. રોહિત અને જયસ્વાલ વચ્ચે પ્રથમ વિકેટ માટે 5.4 ઓવરમાં 44 રનની ભાગીદારી થઈ હતી. જોકે, ભારતે જીતના માર્ગમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. આખરે, રોહિતે 12મી ઓવરના છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકારીને ભારતને 7 વિકેટે જીત અપાવી હતી. કેપટાઉનમાં ભારતે પ્રથમ જીત નોંધાવી હતી.

Next Story