/connect-gujarat/media/post_banners/741732bd9022305ec760554576b844fb0e14489bc80393840d497c5e735a2868.webp)
ભારત અને દક્ષિણ આફ્રિકા (IND vs SA) વચ્ચેની બોક્સિંગ-ડે ટેસ્ટ મેચ સેન્ચુરિયનના સુપરસ્પોર્ટ્સ પાર્કમાં શરૂ થઈ છે. કાગિસો રબાડાએ ભારતીય કેપ્ટન રોહિત શર્માને પહેલા પેવેલિયન પરત મોકલીને ભારતની શરૂઆત બગાડી હતી. બ્રેક બાદ રોહિત શર્માની વાપસી સુપરફ્લોપ રહી જ્યારે કાગિસો રબાડાએ પોતાની વિકેટ લઈને એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.
કાગિસો રબાડાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 13મી વખત રોહિત શર્માને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. હિટમેને રબાડાના બોલને ખેંચવાનો પ્રયાસ કર્યો, પરંતુ બેટ અને બોલનો યોગ્ય સંપર્ક ન થયો અને બોલ સીધો બર્જરના હાથમાં ગયો. રોહિત માત્ર 5 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. રબાડા હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રોહિતને સૌથી વધુ વખત આઉટ કરનાર બોલર બની ગયો છે.