IND vs SL : કેપ્ટન રોહિતે કહ્યું- T20માંથી નિવૃત્તિ લેવાનો કોઈ ઈરાદો નથી..!
ભારત અને શ્રીલંકા વચ્ચેની વનડે સીરીઝ પહેલા પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રોહિત શર્માએ કહ્યું છે કે ટી20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો તેનો કોઈ ઈરાદો નથી.
BY Connect Gujarat Desk9 Jan 2023 12:33 PM GMT

X
Connect Gujarat Desk9 Jan 2023 12:33 PM GMT
ભારત અને શ્રીલંકા વચ્ચેની વનડે સીરીઝ પહેલા પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રોહિત શર્માએ કહ્યું છે કે ટી20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો તેનો કોઈ ઈરાદો નથી. આ સાથે તેણે ભારતીય ટીમમાંથી બહાર રહેલા ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની ઈજાને લઈને પણ મોટું અપડેટ આપ્યું છે. રોહિતે કહ્યું કે એ શક્ય નથી કે તમે સતત મેચ રમતા રહો. તમારે ત્રણેય ફોર્મેટ રમી રહેલા ખેલાડીઓને પૂરતો આરામ આપવો પડશે. હું પણ તેમાંથી એક ખેલાડી છું. અમારે ન્યુઝીલેન્ડ સામે ત્રણ ટી20 મેચ રમવાની છે. આઈપીએલ પછી શું થાય છે તે જોઈશું. મેં હજી સુધી આ ફોર્મેટ છોડવાનું નક્કી કર્યું નથી.
Next Story