શ્રીલંકા સામેની ત્રણ મેચની T20 અને ODI શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. પસંદગીકારોએ T20 શ્રેણી માટે 'નવી' ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. હાર્દિક પંડ્યાને ત્રણ મેચની ટી-20 શ્રેણી માટે કેપ્ટન બનાવવામાં આવ્યો છે. સૂર્યકુમાર યાદવ ઉપ-કેપ્ટન રહેશે. આ સાથે જ રોહિત શર્મા વનડે શ્રેણીમાં વાપસી કરશે. તે ટીમની કમાન સંભાળશે. ભારત અને શ્રીલંકા વચ્ચેની સીરિઝની શરૂઆત T20 મેચથી થશે. પ્રથમ T20 3 જાન્યુઆરીએ મુંબઈમાં રમાશે.
રોહિત શર્મા, વિરાટ કોહલી અને કેએલ રાહુલને ટી-20 સિરીઝ માટે નવી ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યા નથી. જોકે, રાહુલની ગેરહાજરીનું કારણ તેના આથિયા શેટ્ટી સાથેના લગ્ન હોવાનું માનવામાં આવે છે. એવા સંકેતો છે કે 2024 T20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને, વિરાટ, રાહુલ અને રોહિતને હવે આ ફોર્મેટમાં પસંદ કરવામાં પણ નહીં આવે. ઋષભ પંત બંને ફોર્મેટમાંથી બહાર થઈ ગયો છે. ઇશાન કિશન ટી-20 અને વનડે શ્રેણી માટે ભારતનો વિકેટકીપર હશે.
શ્રીલંકા સામેની T20 શ્રેણી માટે ભારતીય ટીમઃ
હાર્દિક પંડ્યા (c), સૂર્યકુમાર યાદવ (vc), ઇશાન કિશન (wk), ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, દીપક હુડા, રાહુલ ત્રિપાઠી, સંજુ સેમસન, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ , અર્શદીપ સિંહ , હર્ષલ પટેલ , ઉમરાન મલિક , શિવમ માવી , મુકેશ કુમાર.
રોહિત શર્મા વનડે સીરીઝ માટે વાપસી કરશે. આ સાથે કોહલી અને રાહુલનો પણ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જો કે રાહુલને વાઈસ કેપ્ટનના પદ પરથી હટાવી દેવામાં આવ્યો છે. હાર્દિક પંડ્યાને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. શિખર ધવનને પણ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. રોહિતની ગેરહાજરીમાં ધવન ટીમનો સુકાની હતો. ધવનની જગ્યાએ શુભમન ગિલને ઓપનર તરીકે સામેલ કરવામાં આવ્યો છે.
પંતને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. વિકેટકીપર માટે ઈશાન કિશન અને કેએલ રાહુલ પ્રથમ પસંદગી હશે. આ સિવાય મોહમ્મદ શમી પણ ટીમમાં વાપસી કરશે. સુંદર, ચહલ, કુલદીપ, અક્ષર, સિરાજ અને ઉમરાન સ્થાન મેળવવામાં સફળ રહ્યા. આ સાથે જ અર્શદીપની પણ ODI ટીમમાં વાપસી થઈ છે. બાંગ્લાદેશ સામેની વનડે શ્રેણીમાંથી તેને આરામ આપવામાં આવ્યો હતો. અનુભવી ઝડપી બોલર ભુવનેશ્વર કુમારને પણ ODI ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી.
શ્રીલંકા સામેની વનડે શ્રેણી માટેની ભારતીય ટીમઃ
રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), કેએલ રાહુલ (વિકેટકીપર), શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, ઈશાન કિશન (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક, અર્શદીપ સિંહ.