Connect Gujarat
સ્પોર્ટ્સ

IND vs SL ODI: 'ધોની આ મામલે ચેમ્પિયન હતો', જાણો શા માટે ભૂતપૂર્વ સ્ટાર ક્રિકેટરે કહ્યું કેપ્ટન કૂલ વિશે..!

ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં ભારતે શ્રીલંકા સામેની ત્રણ મેચની T20 શ્રેણી 2-1થી જીતી લીધી હતી.

IND vs SL ODI: ધોની આ મામલે ચેમ્પિયન હતો, જાણો શા માટે ભૂતપૂર્વ સ્ટાર ક્રિકેટરે કહ્યું કેપ્ટન કૂલ વિશે..!
X

ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં ભારતે શ્રીલંકા સામેની ત્રણ મેચની T20 શ્રેણી 2-1થી જીતી લીધી હતી. ત્રીજી T20માં સૂર્યકુમાર યાદવના 51 બોલમાં અણનમ 112 રનની મદદથી ટીમ ઈન્ડિયાને 228/5 સુધી પહોંચાડી દીધી હતી. જવાબમાં શ્રીલંકાની ટીમ 137 રનમાં સમેટાઈ ગઈ હતી. આ રીતે ભારતે 91 રને જીત મેળવી હતી.

ટીમ ઈન્ડિયાએ પોતાના કેલેન્ડર વર્ષની શરૂઆત T20 સિરીઝમાં જીત સાથે કરી છે. હવે હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ટીમને ચાહકો અને ભૂતપૂર્વ ક્રિકેટરો તરફથી ઘણી પ્રશંસા મળી રહી છે. જો કે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અજય જાડેજાએ ભારતીય ટીમને સલાહ આપી છે કે તેણે મર્યાદિત ઓવર્સના ફોર્મેટમાં તેમની પ્લેઈંગ ઈલેવનમાં વધુ ઓલરાઉન્ડરોને સામેલ કરવા જોઈએ.

જાડેજાએ કહ્યું કે જ્યારે તેની પ્લેઈંગ ઈલેવનની પસંદગી કરવાની વાત આવી ત્યારે ભારતના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ચેમ્પિયન હતા કારણ કે જ્યારે ઓલરાઉન્ડરોની વાત આવે ત્યારે તેની પાસે ઘણા વિકલ્પો હતા. જાડેજાએ કહ્યું- જો મારી પાસે પાંચ બોલર છે તો તમે જાણો છો કે હું X, Y કે Zમાંથી જ બોલિંગ કરીશ. આવી સ્થિતિમાં વિપક્ષી ટીમ તમારી સામે આસાનીથી પ્લાનિંગ કરી શકે છે. પરંતુ જો મારી પાસે સાત-આઠ બોલર હોય જે અલગ-અલગ તબક્કામાં બોલિંગ કરી શકે. આવી સ્થિતિમાં વિપક્ષ તમારી વિરુદ્ધ કેવી રીતે પ્લાન કરશે? આ રીતે તમે રમત ચલાવો છો. મહેન્દ્ર સિંહ ધોની આમાં ચેમ્પિયન રહ્યો હતો.

Next Story