/connect-gujarat/media/post_banners/11cc8ec09e088077b4eedd4f856a1e7367e48ad071a87afaccec87244c042133.webp)
ટીમ ઈન્ડિયાએ પાંચ મેચની T20 શ્રેણીમાં હાર સાથે શરૂઆત કરી હતી. યજમાન વેસ્ટ ઈન્ડિઝે તેને રોમાંચક મેચમાં ચાર રનથી હરાવ્યું હતું. વિન્ડીઝના કેપ્ટન રોવમેન પોવેલે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. તેની ટીમે 20 ઓવરમાં છ વિકેટે 149 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા 150 રનના આસાન લક્ષ્યાંકને હાંસલ કરી શકી ન હતી અને 20 ઓવરમાં નવ વિકેટે 145 રન જ બનાવી શકી હતી.
આ મેચમાં ભારતીય બેટ્સમેનોએ નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું. નવોદિત તિલક વર્મા સિવાય બધાએ નિરાશ કર્યું. ટીમ માટે તિલકે સૌથી વધુ 39 રન બનાવ્યા હતા. તેના સિવાય કોઈ બેટ્સમેન 30 રનનો આંકડો પાર કરી શક્યો નહોતો. ધીમી વિકેટ પર ભારતીય બેટ્સમેનો સેટ થયા બાદ આઉટ થતા રહ્યા. ટીમને આનો માર સહન કરવો પડ્યો હતો. સૂર્યકુમાર યાદવે 21, કેપ્ટન હાર્દિક પંડ્યાએ 19, અક્ષર પટેલે 13, સંજુ સેમસન અને અર્શદીપ સિંહે 12-12 રન બનાવ્યા હતા. ઈશાન કિશન છ અને શુભમન ગિલ ત્રણ રન બનાવીને આઉટ થયા હતા.