ભારતે ઢાકામાં રમાયેલી બીજી T20માં બાંગ્લાદેશને 8 રનથી હરાવીને 3 મેચની T20I શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 95 રન બનાવ્યા હતા. જવાબમાં બાંગ્લાદેશની ટીમ 20 ઓવરમાં 87 રનમાં સમેટાઈ ગઈ હતી. સિરીઝની ત્રીજી મેચ 13 જુલાઈએ રમાશે.
ભારતે બાંગ્લાદેશ સામે 20 ઓવરમાં 96 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 95 રન બનાવ્યા હતા. ભારતીય બેટિંગ ફ્લોપ રહી હતી. સ્મૃતિ મંધાના 13 રન, શેફાલી વર્મા 19 રન અને જેમિમાહ રોડ્રિગ્સ 21 બોલમાં 8 રન બનાવીને આઉટ થઈ હતી. કેપ્ટન હરમનપ્રીત કૌર ખાતું પણ ખોલી શકી નહોતી. યાસ્તિકા ભાટિયા 11 રન, હરલીન દેઓલ 6 રન, દીપ્તિ શર્મા 10 રન અને અમનજોત કૌર 14 રન બનાવીને આઉટ થયા હતા. પૂજા વસ્ત્રાકર 7 રન અને મિનુ મણીએ 5 રન બનાવ્યા બાદ અણનમ રહી હતી. સુલતાના ખાતૂને સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. આ સાથે જ ફહિમા ખાતૂને 2 વિકેટ ઝડપી હતી. મારુફા અખ્તર, નાહિદા અખ્તર અને રાબેયા ખાનને એક-એક વિકેટ મળી હતી.