/connect-gujarat/media/post_banners/c3fb9409ede3d60419137b5d2304b509cf1cb6f12589c4fb9f248457d7f9e7f7.webp)
ભારતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઈનલ માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. ટીમમાં મુંબઈના બેટ્સમેન અજિંક્ય રહાણેનું નામ છે.15 મહિના બાદ તેને ટીમ ઈન્ડિયામાં જગ્યા આપવામાં આવી છે. તેણે તેની છેલ્લી મેચ 11 જાન્યુઆરી 2022ના રોજ દક્ષિણ આફ્રિકા સામે રમી હતી.
/connect-gujarat/media/post_attachments/e9cddc778c47d96f789548f1ee3a19addd13a45a514216b9f3ae94f470686747.webp)
આ ટીમમાં સૂર્યકુમાર યાદવનું નામ નથી.WTCની ફાઈનલ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઈંગ્લેન્ડના ઓવલ મેદાન પર 7 થી 11 જૂન દરમિયાન યોજાવાની છે. ટીમ ઈન્ડિયા સતત બીજી વખત ફાઇનલમાં પહોંચી છે.2021માં રમાયેલી પહેલી WTC ફાઇનલમાં ન્યૂઝીલેન્ડે ભારતને 8 વિકેટે હરાવ્યું હતું. કેએસ ભરતનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ઈજાગ્રસ્ત રિષભ પંતના સ્થાને ભરતની પસંદગી કરવામાં આવી છે. ભરતે ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટમાં ભારતીય ટીમ માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું.