/connect-gujarat/media/media_files/2025/03/02/KPqZZzTwZqoP8ICZZ6VD.jpg)
ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતે ન્યૂઝીલેન્ડને 44 રનથી હરાવ્યું છે. રવિવારે, 250 રનના ટાર્ગેટને ચેઝ કરતી ન્યૂઝીલેન્ડની ટીમ 45.3 ઓવરમાં 205 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ભારત તરફથી સૌથી વધુ વિકેટ વરુણ ચક્રવર્તીએ 5 વિકેટ ઝડપી હતી જ્યારે કુલદીપ યાદવે 2 વિકેટ લીધી. ન્યૂઝીલેન્ડ તરફથી સૌથી વાદગુ કેન વિલિયમ્સને 81 રન બનાવ્યા.
દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડે ટૉસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. ભારતીય ટીમ 50 ઓવરમાં 8 વિકેટે માત્ર 249 રન જ બનાવી શકીહતી જેમાં શ્રેયસ અય્યરે સૌથી વધુ 79 રન બનાવ્યા હતા ન્યૂઝીલેન્ડ તરફથી મેટ હેનરીએ 5 વિકેટ ઝડપી હતી
આ જીત સાથે, ભારત ગ્રૂપ-Aમાં ટોચના સ્થાને પહોંચી ગયું છે, જેનો અર્થ એ છે કે ભારતનો સેમિફાઈનલ મુકાબલો 4 માર્ચે ઓસ્ટ્રેલિયા સામે આ જ મેદાન પર થશે. જ્યારે, સાઉથ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડની ટીમ બીજા સેમિફાઈનલમાં રમશે.