ભારતે સાઉથ આફ્રિકાને ત્રીજી વન-ડેમાં 9 વિકેટે હરાવી સીરિઝ કબજે કરી

પ્રથમ બેટિંગમાં સાઉથ આફ્રિકા 10 વિકેટના નુકશાને 270 રન જ બનાવી શકી હતી જવાબમાં ભારતે 40મી ઓવરમાં માત્ર એક વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો.  

New Update
Team india

વિશાખાપટ્ટનમમાં રમાઈ રહેલી ભારત સાઉથ આફ્રિકા વચ્ચેની ત્રીજી વન-ડેમાં 9 વિકેટથી સાઉથ આફ્રિકાને ભારતે હરાવ્યું. ટીમ ઈન્ડિયાએ ટૉસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. સાઉથ આફ્રિકા 10 વિકેટના નુકશાને 270 રન જ બનાવી શકી હતી જવાબમાં ભારતે 40મી ઓવરમાં માત્ર એક વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો.  

સાઉથ આફ્રિકા તરફથી ક્વિન્ટન ડી કોકે સદી ફટકારી હતી જ્યારે કેપ્ટન ટેમ્બા બાવુમાએ 48રન બનાવ્યા હતા ડેવાલ્ડ બ્રેવિસે 29 અને મેથ્યુ બ્રીટ્ઝકીએ 24 રન બનાવીને ટીમને 270 સુધી પહોંચાડી હતી ભારત તરફથી કુલદીપ યાદવ અને પ્રસિદ્ધ ક્રિષ્નાએ 4-4 વિકેટ ઝડપી હતી.

271 રનના ટાર્ગેટ સામે યશસ્વી જયસ્વાલ અને રોહિત શર્માએ ભારતને મજબૂત શરૂઆત અપાવી. બંનેએ 155 રનની ભાગીદારી કરી હતી રોહિત 75 રન બનાવીને આઉટ થયો. યશસ્વીએ પછી 111 બોલમાં પોતાના વન-ડે કરિયરની પહેલી સેન્ચુરી ફટકારી. તેની સામે વિરાટ કોહલીએ માત્ર 40 બોલમાં ફિફ્ટી પૂરી કરી. બંનેએ 40મી ઓવરમાં ટીમને જીત અપાવી દીધી. સાઉથ આફ્રિકા તરફથી કેશવ મહારાજે એકમાત્ર વિકેટ લીધી. ત્રીજી વન-ડેના આ પરિણામ સાથે ભારતે 3 મેચની સિરીઝ 2-1 થી જીતી લીધી.

Latest Stories