India vs Bangladesh 1st T20 : હાર્દિક પંડ્યાએ વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ તોડ્યો

બાંગ્લાદેશ સામે પ્રથમ T20 મેચમાં ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને 7 વિકેટે પરાજય આપ્યો. આ મોટી જીતના હીરો હાર્દિક પંડ્યા રહ્યા, જેમણે બોલ અને બેટથી શાનદાર પ્રદર્શન કર્યું

New Update
hardik panya

બાંગ્લાદેશ સામે પ્રથમ T20 મેચમાં ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને 7 વિકેટે પરાજય આપ્યો. આ મોટી જીતના હીરો હાર્દિક પંડ્યા રહ્યા, જેમણે બોલ અને બેટથી શાનદાર પ્રદર્શન કર્યું. આ મેચ દરમિયાન હાર્દિક પંડ્યાએ વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ તોડી નાખ્યો. હાર્દિક પંડ્યાએ આ મેચમાં શાનદાર છક્કો મારીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી અને સાથે જ T20 માં સૌથી વધુ વખત છક્કા મારીને મેચ જીતાડનાર ખેલાડી પણ બની ગયા. ચાલો, અમે તમને જણાવીએ કે હાર્દિકે કેવી રીતે વિરાટને પાછળ છોડી દીધા.

હાર્દિક પંડ્યાએ જેવો તસ્કીન અહમદના બોલ પર છક્કો મારીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી, એ સાથે જ તેઓ વિરાટને પાછળ છોડી નંબર 1 બની ગયા. હાર્દિક પંડ્યાએ ભારતને પાંચમી વાર છક્કો મારીને મેચમાં જીત અપાવી . વિરાટ કોહલીએ આ સિદ્ધિ ચાર વખત મેળવી હતી. હવે હાર્દિક કોહલીને પાછળ છોડી દીધા છે. આ રેકોર્ડ સિવાય પણ પંડ્યાએ શાનદાર બેટિંગ કરી.

હાર્દિકે 16 બોલમાં અણનમ 39 રન બનાવ્યા. જેમાં તેમના બેટથી 5 ચોગ્ગા અને 2 છક્કા આવ્યા. પંડ્યાના બન્ને છક્કા શાનદાર હતા. સાથે તેમણે તસ્કીન અહમદની બોલ પર એક 'નો લૂક' ચોગ્ગો પણ મારી દીધો, જેને જોઇને ફેન્સ જ નહીં પણ ક્રિકેટ એક્સપર્ટ્સ પણ આશ્ચર્યચકિત રહી ગયા.

Latest Stories