ડિસેમ્બરમાં ભારતીય ટીમ બાંગ્લાદેશના પ્રવાસે જશે. આ દરમિયાન બે ટેસ્ટ અને ત્રણ વનડે મેચોની શ્રેણી રમાશે. ટી-20 વર્લ્ડ કપ બાદ ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડના પ્રવાસે જશે. 18થી 30 નવેમ્બર દરમિયાન ત્રણ ટી-20 અને ત્રણ વનડે મેચ રમાશે. જે બાદ બાંગ્લાદેશનો પ્રવાસ થશે. ત્યાં 4 ડિસેમ્બરે મીરપુરમાં વન-ડે શ્રેણી શરૂ થશે. પ્રથમ ટેસ્ટ મેચ 14 ડિસેમ્બરથી ચટગાંવમાં રમાશે.
ભારત સાત વર્ષ બાદ બાંગ્લાદેશની મુલાકાત લેશે. BCB પ્રમુખ નઝમુલ હસને કહ્યું, "બાંગ્લાદેશ-ભારતની મેચોએ અમને તાજેતરના ઇતિહાસમાં કેટલીક શ્રેષ્ઠ સ્પર્ધાઓ આપી છે. બંને દેશોના ચાહકો બીજી યાદગાર શ્રેણીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હું ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડનો આભાર માનું છું. અમે ભારતીય ટીમનું બાંગ્લાદેશમાં સ્વાગત કરવા આતુર છીએ.