/connect-gujarat/media/post_banners/d21ae1ea29f941cfafb726c4a672209e22a2a9c42d5ddb3e3dd90757b9a10b57.webp)
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની વનડે શ્રેણીની બીજી મેચ કેરેબિયન ટીમે 6 વિકેટે જીતી લીધી હતી. આ જીત સાથે વેસ્ટ ઈન્ડિઝે ત્રણ મેચની શ્રેણીમાં 1-1થી બરાબરી કરી લીધી છે. પ્રથમ બેટિંગ કરતા ભારતે 40.5 ઓવરમાં તમામ 10 વિકેટ ગુમાવીને 181 રન બનાવ્યા હતા. જવાબમાં વેસ્ટ ઈન્ડિઝે 36.4 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 182 રન બનાવ્યા અને 6 વિકેટે મેચ જીતી લીધી.
આ મેચમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી ભારતીય ટીમમાં નહોતા. બંને દિગ્ગજ ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો હતો અને તેમની ગેરહાજરીમાં ટીમ ઈન્ડિયા સંપૂર્ણ 50 ઓવર પણ રમી શકી નહોતી. આ કારણોસર, ભારતને વેસ્ટ ઈન્ડિઝની ટીમ સામે હારનો સામનો કરવો પડ્યો હતો, જે ODI વર્લ્ડ કપ માટે પણ ક્વોલિફાઈ નથી થઈ શકી અને ક્વોલિફાયર રાઉન્ડમાં ઝિમ્બાબ્વે અને સ્કોટલેન્ડ જેવી ટીમો સામે હારી ગઈ હતી.
વેસ્ટ ઈન્ડિઝ તરફથી કેપ્ટન શાઈ હોપે અણનમ 63 અને કેસી કાર્ટીએ અણનમ 48 રન બનાવ્યા હતા. બંનેએ પાંચમી વિકેટ માટે અણનમ 91 રનની ભાગીદારી કરીને વેસ્ટ ઈન્ડિઝને ભારત સામેની છેલ્લી 10 ODIમાં પ્રથમ જીત અપાવી હતી.