એશિયન ગેમ્સની મહિલા ક્રિકેટ ઈવેન્ટમાં ભારતે ગોલ્ડ મેડલ જીત્યો,શ્રીલંકાને હરાવ્યું

ભારત તરફથી સ્મૃતિ મંધાનાએ સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 45 બોલમાં 46 રનની ઇનિંગ રમી હતી

New Update
એશિયન ગેમ્સની મહિલા ક્રિકેટ ઈવેન્ટમાં ભારતે ગોલ્ડ મેડલ જીત્યો,શ્રીલંકાને હરાવ્યું

એશિયન ગેમ્સની મહિલા ક્રિકેટ ઈવેન્ટમાં ભારતે ગોલ્ડ મેડલ જીત્યો છે. સોમવારે રમાયેલી ફાઈનલ મેચમાં ભારતે શ્રીલંકાને 19 રને હરાવ્યું હતું. એશિયન ગેમ્સની ક્રિકેટ ઈવેન્ટમાં ભારતનો આ પહેલો મેડલ છે. આ પહેલા ભારતીય ક્રિકેટ ટીમે કોઈપણ એશિયન ગેમ્સમાં ભાગ લીધો નહોતો.ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી અને 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 116 રન બનાવ્યા અને શ્રીલંકાને 117 રનનો ટાર્ગેટ આપ્યો. શ્રીલંકાની ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને માત્ર 97 રન બનાવી શકી હતી. ભારત તરફથી તિતાસ સાધુએ સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી.

ભારત તરફથી સ્મૃતિ મંધાનાએ સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 45 બોલમાં 46 રનની ઇનિંગ રમી હતી. મંધાના સિવાય જેમિમાહ રોડ્રિગ્સે 40 બોલમાં 42 રનની ઇનિંગ રમી હતી. શ્રીલંકા તરફથી ઈનોકા રણવીરા, સુગંધિકા કુમારી અને ઉદેશિકા પ્રબોધિનીએ 2-2 વિકેટ લીધી હતી.ચેઝ કરવા ઉતરેલી શ્રીલંકા તરફથી હસીની પરેરાએ સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 22 બોલમાં 25 રનની ઇનિંગ રમી હતી. તેના સિવાય નીલાક્ષી ડી સિલ્વાએ 34 બોલમાં 23 રન બનાવ્યા હતા. ભારત તરફથી તિતાસ સાધુએ 4 ઓવરમાં માત્ર 6 રન આપીને સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. રાજેશ્વરી ગાયકવાડે 20 રનમાં 2 વિકેટ લીધી હતી. જ્યારે દીપ્તિ શર્મા, પૂજા વસ્ત્રાકર અને દેવિકા વૈદ્યને 1-1 વિકેટ મળી હતી.

Latest Stories