ટીમ ઈન્ડિયાના ઘણા ચાહકોએ એશિયા કપની ફાઈનલ મેચ જોવા માટે દુબઈ સ્ટેડિયમ આવ્યા હતા. ચાહકો શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચેની મેચ જોવા માંગતા હતા. પરંતુ તેમને ગેટ પર જ રોકી દેવામાં આવ્યા હતા. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
પ્રખ્યાત ફેન ક્લબ 'ભારત આર્મી'ના એક સભ્યએ દાવો કર્યો છે કે તેને અને અન્ય બે પ્રશંસકોને ભારતીય જર્સી પહેરીને સ્ટેડિયમ આવ્યા હતા. પરંતુ ભારતીય જર્સી પહેરી હોવાના કારણે ઇન્ડિયાના ફેન્સને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. તેઓને પાછા મોકલવામાં આવ્યા હતા. 'ભારત આર્મી'એ ટ્વિટર પર લખ્યું, "તે ખૂબ જ આઘાતજનક વર્તન હતું કે અમે અને અન્ય ભારતીય ક્રિકેટ ચાહકો ટીમ ઈન્ડિયાની જર્સી પહેરીને સ્ટેડિયમમાં એન્ટ્રી આપવામાં આવી ન હતી.
'ભારત આર્મી'એ આગળ લખ્યું, "ICC અને એશિયન ક્રિકેટ કાઉન્સિલ, અમે તમને તપાસ કરવા વિનંતી કરીએ છીએ કારણ કે અમારા સભ્યો એશિયા કપ જોવા માટે ભારતથી પ્રવાસ કર્યો છે. તેઓને સ્થાનિક અધિકારીઓ અને પોલીસ દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેઓ સ્ટેડિયમમાં પ્રવેશી શકશે નહીં! આ એકદમ આઘાતજનક વર્તન છે.'
'ભારત આર્મી'ના સભ્યો નિયમિતપણે ભારત અને વિદેશમાં મેચોમાં હાજરી આપે છે. તેઓ સ્ટેડિયમની અંદર ટીમ ઈન્ડિયાને સપોર્ટ કરે છે. તે ઈંગ્લેન્ડની 'બાર્મી-આર્મી' જેવી છે. 'ભારત આર્મી' એ તાજેતરના વર્ષોમાં 'બાર્મી-આર્મી'ને સખત સ્પર્ધા આપી છે.