ભારતીય હોકી ટીમે રચ્યો ઇતિહાસ, 52 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને ઓલિમ્પિકમાં હરાવ્યું

Featured | સ્પોર્ટ્સ | સમાચાર,ભારતીય હોકી ટીમનો આજે ઓસ્ટ્રેલિયા સામે મેચ હતી. ક્વાર્ટર ફાઈનલ પહેલા હરમનપ્રીત સિંહની ટીમે ઓસ્ટ્રેલિયાને 3-2થી હરાવ્યું હતું.

ઓલિમ્પિક
New Update

ભારતીય હોકી ટીમનો આજે ઓસ્ટ્રેલિયા સામે મેચ હતી. ક્વાર્ટર ફાઈનલ પહેલા હરમનપ્રીત સિંહની ટીમે ઓસ્ટ્રેલિયાને 3-2થી હરાવ્યું હતું. આ સાથે ભારત ક્વાર્ટર ફાઈનલ પહેલા જીતના ટ્રેક પર પરત ફર્યું છે. રસપ્રદ વાત એ છે કે ઓલિમ્પિકના ઈતિહાસમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 52 વર્ષ બાદ હરાવ્યું છે. આ પહેલા 1972માં ભારતે ઓસ્ટ્રેલિયા સામે જીત મેળવી હતી.

શુક્રવારે રમાયેલી મેચમાં અભિષેકે પ્રથમ ક્વાર્ટરની 12મી મિનિટે ગોલ કર્યો અને ભારતે 1-0ની સરસાઈ મેળવી લીધી. હરમનપ્રીત સિંહે 13મી મિનિટે પેનલ્ટી કોર્નર પરથી ગોલ કર્યો હતો. આ સાથે ભારત 2-0થી આગળ થયું. ઓસ્ટ્રેલિયાનું ખાતું બીજા ક્વાર્ટરમાં ખુલ્યું. ક્રેગ થોમસે 25મી મિનિટે ગોલ કર્યો અને ટીમનો સ્કોર 2-1 થઈ ગયો. 26મી મિનિટે ભારતને પેનલ્ટી કોર્નર મળ્યો જેને હરમનપ્રીત સિંહે બચાવી લીધો. હાફ ટાઇમ સુધી ભારત 2-1થી આગળ હતું. ત્રીજા ક્વાર્ટરમાં હરમનપ્રીત સિંહે 32મી મિનિટે પેનલ્ટી સ્ટ્રોક પર ગોલ કર્યો હતો. આ સાથે ભારત 3-1થી આગળ થયું. ત્રણ ક્વાર્ટર બાદ ભારતે ઓસ્ટ્રેલિયા પર 3-1થી લીડ મેળવી હતી. ચોથા ક્વાર્ટરમાં ઓસ્ટ્રેલિયા માટે બ્લેક ગોવર્સે 55મી મિનિટે ગોલ કરીને ઓસ્ટ્રેલિયાને 3-2ની લીડ અપાવી હતી. આ સાથે ભારતે જીત નોંધાવી અને ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી.

#ઓસ્ટ્રેલિયા #પેરિસ ઓલિમ્પિક #ભારતીય હોકી ટીમ
Here are a few more articles:
Read the Next Article