એશિયા કપ 2023 માટે ભારતીય ટીમની જાહેરાત, ચહલનું ટીમમાંથી પત્તું કપાયું.!

આખરે એશિયા કપ 2023 માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. BCCIએ 15 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરી છે.

એશિયા કપ 2023 માટે ભારતીય ટીમની જાહેરાત, ચહલનું ટીમમાંથી પત્તું કપાયું.!
New Update

આખરે એશિયા કપ 2023 માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. BCCIએ 15 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરી છે. ટીમ ઈન્ડિયાની કપ્તાની રોહિત શર્માના હાથમાં છે. યુઝવેન્દ્ર ચહલને ભારતીય ટીમમાં સ્થાન મળ્યું નથી.

કેએલ રાહુલ અને શ્રેયસ અય્યરને ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે. આ સાથે 4 ઝડપી બોલર જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, મોહમ્મદ શમીને તક મળી છે. તે સમયે વિકેટ કીપર બેટ્સમેન સંજુ સેમસનને બેકઅપ પ્લેયર તરીકે રાખવામાં આવ્યો હતો. યુઝવેન્દ્ર ચહલને ટીમમાં સામેલ ન કર્યા બાદ બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે.

જણાવી દઈએ કે એશિયા કપ 30 ઓગસ્ટથી શરૂ થશે. પ્રથમ મેચ નેપાળ અને પાકિસ્તાન વચ્ચે મુલતાનમાં રમાશે, જ્યારે ફાઈનલ મેચ 17 સપ્ટેમ્બરે રમાશે. એશિયા કપ 2023 આ વખતે હાઇબ્રિડ મોડલના આધારે યોજાશે. એશિયા કપની યજમાન પાકિસ્તાનની માત્ર 4 મેચો હશે જ્યારે ફાઈનલ સહિત બાકીની 9 મેચો શ્રીલંકામાં રમાશે. ભારતીય ટીમ તેની પ્રથમ મેચ 2 સપ્ટેમ્બરે શ્રીલંકાના કેન્ડીમાં પાકિસ્તાન સામે રમશે.

#India #Connect Gujarat #BeyondJustNews #announced #Team India #Indian team #Asia Cup 2023
Here are a few more articles:
Read the Next Article