બાંગ્લાદેશ સામેની ત્રણ મેચની ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમની કરાઇ જાહેરાત

BCCIએ બાંગ્લાદેશ સામેની ત્રણ મેચની ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરાઇ. સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપમાં ભારત 6 ઓક્ટોબરથી બાંગ્લાદેશ સામે ટી-20 સીરિઝ રમશે

ટીમ india
New Update

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ શનિવારે બાંગ્લાદેશ સામેની ત્રણ મેચની ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરાઇ હતી. સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપમાં ભારત 6 ઓક્ટોબરથી બાંગ્લાદેશ સામે ટી-20 સીરિઝ રમશે. આ સીરિઝ માટે શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલને આરામ આપવામાં આવ્યો છે, જ્યારે ઝિમ્બાબ્વે સામેની ટી-20 શ્રેણીમાં સામેલ અભિષેક શર્માને તક આપવામાં આવી છે. 

સૂર્યકુમાર યાદવ 15 સભ્યોની ટીમની કેપ્ટનશીપ કરશે. ફાસ્ટ બોલર મયંક યાદવને ટીમમાં પ્રથમવાર સ્થાન આપવામાં આવ્યું છે. ઇશાન કિશનને ફરી નિરાશા મળી છે અને તેને ટી20માં સામેલ કરવામાં આવ્યો નથી. મયંક યાદવનો પ્રથમ વખત ભારતીય ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે યુવા ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડીને પણ પ્રથમવાર ટીમ ઇન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો છે. 

મયંકે IPL 2024માં લખનઉ સુપર જાયન્ટ્સ તરફથી તોફાની બોલિંગ કરી હતી. મયંક 150 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરવાની ક્ષમતા ધરાવે છે. જોકે મયંક ઈજાના કારણે આઇપીએલની સીઝનની મધ્યમાંથી બહાર થઈ ગયો હતો પરંતુ હવે તે સંપૂર્ણપણે ફિટ છે.

સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), રિંકુ સિંહ, હાર્દિક પંડ્યા, રિયાન પરાગ, નીતિશ કુમાર રેડ્ડી, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, વરુણ ચક્રવર્તી, જિતેશ શર્મા (વિકેટકીપર), અર્શદીપ સિંહ, હર્ષિત રાણા, મયંક યાદવ.

 

#Bangladesh #Indian team #T20 series
Here are a few more articles:
Read the Next Article