ઓસ્ટ્રેલિયા સામેની પાંચ મેચની ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચમાં જ તબાહી મચાવનારો ભારતનો સ્ટાર ફાસ્ટ બૉલર જસપ્રીત બુમરાહ ટેસ્ટ ક્રિકેટમાં વિશ્વનો નંબર-1 બૉલર બની ગયો છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પર્થમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ બાદ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ ટેસ્ટ ક્રિકેટમાં બૉલરોની લેટેસ્ટ રેન્કિંગ જાહેર કરી છે. આમાં બુમરાહે બે દિગ્ગજોને પાછળ છોડી પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે.
જસપ્રીત બુમરાહે ઓસ્ટ્રેલિયા સામે પર્થમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં આઠ વિકેટ ઝડપી હતી. બુમરાહે પ્રથમ દાવમાં પાંચ અને બીજી ઈનિંગમાં ત્રણ વિકેટ ઝડપી હતી. તેના જોરદાર પ્રદર્શનને કારણે બુમરાહે ICC ટેસ્ટ બૉલર્સ રેન્કિંગમાં બે મહાન બૉલરોને હરાવ્યા હતા. બુમરાહ હવે ટેસ્ટનો નંબર-1 બૉલર બની ગયો છે.