/connect-gujarat/media/post_banners/0f73b0a96bc27bd1d163d0c84428b9742a08f250327d99a08f04b0238a9d9908.webp)
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે નેપિયરમાં ત્રીજી T20 મેચ રમાઈ ગઈ હતી. જેમાં વરસાદના કારણે મેચ રદ્દ કરવામાં આવી હતી. ડકવર્થ લુઇસ નિયમ પ્રમાણે આ મેચ ટાઈ થઈ ગઈ હતી. ત્યારે હવે ટીમ ઈન્ડિયાએ બીજી મેચ જીતી હતી, એટલે તેઓએ આ સિરીઝ પોતાના નામે કરી હતી. ટીમ ઈન્ડિયાએ 9 ઓવરમાં 4 વિકેટે 74 રન બનાવ્યા હતા. ત્યારે ડકવર્થ લુઇસ નિયમ પ્રમાણે સ્કોર એક સરખો હતો. એટલે આ મેચ ટાઈ થઈ હતી. ન્યૂઝીલેન્ડની ટીમ 19.4 ઓવરમાં જ 160 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
ન્યૂઝીલેન્ડની ટીમ એક તબક્કે 15 ઓવરે 129/2નો સ્કોર ધરાવતી હતી. આ પછી મોહમ્મદ સિરાજ અને અર્શદીપ સિંહે ધારદાર બોલિંગ કરી હતી. બન્નેએ 4-4 વિકેટ ઝડપી હતી. સિરાજે એક શાનદાર રનઆઉટ પણ કર્યો હતો. તો હર્ષલ પટેલને એક વિકેટ મળી હતી. કિવી ટીમ તરફથી સૌથી વધુ ડેવોન કોનવેએ 59 રન બનાવ્યા હતા. તો ગ્લેન ફિલિપ્સે 54 રન બનાવ્યા હતા.