IPL 2024 : KKR એ દિલ્હી કેપિટલ્સને 106 રનથી હરાવ્યું

New Update
IPL 2024 : KKR એ દિલ્હી કેપિટલ્સને 106 રનથી હરાવ્યું

3 એપ્રિલના રોજ, IPL 2024 ની 16મી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે વિશાખાપટ્ટનમમાં રમાઈ હતી. KKRએ પહેલા બેટિંગ કરતા 272 રન બનાવ્યા હતા. સુનીલ નેરેન અને અંગક્રિશ રઘુવંશીની અડધી સદી ઉપરાંત આન્દ્રે રસેલની 41 રનની તોફાની ઈનિંગ પણ કોલકાતાને મોટા સ્કોર સુધી લઈ ગઈ હતી. લક્ષ્યનો પીછો કરતી વખતે દિલ્હી કેપિટલ્સની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી જેમાંથી તેઓ અંત સુધી રિકવર કરી શક્યા ન હતા. જોકે ડીસીના કેપ્ટન ઋષભ પંતે 55 રન બનાવ્યા અને ટ્રિસ્ટન સ્ટબ્સે 54 રનની અડધી સદીની ઇનિંગ રમી, પરંતુ ટીમને 106 રનની હારમાંથી બચાવી શક્યા નહીં.

Advertisment

KKR તરફથી ફિલ સોલ્ટ અને સુનીલ નરેન ઇનિંગની શરૂઆત કરી હતી. જોકે સોલ્ટ માત્ર 18 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો, પરંતુ તે પછી સુનીલ નરેન અને અંગક્રિશ રઘુવંશી વચ્ચે બીજી વિકેટ માટે 104 રનની ભાગીદારી થઈ હતી. એક તરફ નરેને 39 બોલમાં 85 રનની તોફાની ઇનિંગ રમી હતી જેમાં 7 ફોર અને 7 સિક્સ સામેલ હતી. જ્યારે અંગક્રિશે IPLમાં પોતાની ડેબ્યૂ ઇનિંગમાં 27 બોલ રમીને 54 રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં તેણે 5 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. છેલ્લી ઓવરોમાં આન્દ્રે રસેલે 41 રન બનાવ્યા હતા અને રિંકુ સિંહે પણ 8 બોલમાં 26 રનની તોફાની ઈનિંગ રમીને મહત્વનું યોગદાન આપ્યું હતું. કોલકાતાએ પ્રથમ 10 ઓવરમાં 135 રન અને છેલ્લી 10 ઓવરમાં 137 રન બનાવીને દિલ્હીના બોલરોને ધોઈ નાખ્યા હતા.

Latest Stories