IPL 2025નું શિડ્યૂલ જાહેર, RCB-KKR વચ્ચે 22 માર્ચે ઓપનિંગ મેચ:65 દિવસમાં 74 મેચ રમાશે

ઓપનિંગ મેચ 22 માર્ચે કોલકાતામાં ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) વચ્ચે રમાશે. આ વખતે 65 દિવસમાં 74 મેચ રમાશે.

New Update
IPL Schedule 2025

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 18મી સીઝનનું શિડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. બ્રોડકાસ્ટર સ્ટાર સ્પોર્ટ્સે સાંજે 5:30 વાગ્યે શિડ્યૂલ જાહેર કર્યું. મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચેનો એલ ક્લાસિકો 23 માર્ચે ચેન્નઈમાં સાંજે 7.30 વાગ્યાથી રમાશે. બંને ટીમ 20 એપ્રિલે મુંબઈમાં ફરી ટકરાશે. 

Advertisment

ipl Schedule

ઓપનિંગ મેચ 22 માર્ચે કોલકાતામાં ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) વચ્ચે રમાશે. આ વખતે 65 દિવસમાં 74 મેચ રમાશે. 18 મે સુધી 70 લીગ સ્ટેજ મેચ રમાશે, જેમાં 12 ડબલ હેડરનો સમાવેશ થશે. એટલે કે 1 દિવસમાં 2 મેચ 12 વખત રમાશે. ફાઈનલ 25 મેના રોજ કોલકાતામાં યોજાશે. 

-IPLમાં એક પરંપરા રહી છે કે ટુર્નામેન્ટની શરૂઆત અને ફાઈનલ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમના હોમ ગ્રાઉન્ડ પર રમાય છે. આ વખતે પણ આ બંને મેચ કોલકાતાના ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાશે.

-ફાઇનલ 25 મેના રોજ યોજાશે, ક્વોલિફાયર-2 પણ 23 મેના રોજ કોલકાતામાં રમાશે.

Advertisment
Latest Stories